News of Thursday, 26th March 2026
મેલબર્નમાં ભારતના નકશાના આકારની થાળી વાઇરલ
એક રેસ્ટોરાંની અનોખી ભારતના નકશા આકારની થાળી એની સર્જનાત્મક પ્રસ્તુતિ અને ફયુઝન મેનુ માટે વાઇરલ થઈ રહી છે

મેલબર્ન,તા.૨૬: ઑસ્ટ્રેલિયાના મેલબર્નની એક રેસ્ટોરાંની અનોખી ભારતના નકશા આકારની થાળી એની સર્જનાત્મક પ્રસ્તુતિ અને ફયુઝન મેનુ માટે વાઇરલ થઈ રહી છે. છોલે અને પનીર જેવી પરંપરાગત ભારતીય વાનગીઓ સાથે એમાં ફ્રેન્ચ ફ્રાઇઝ જેવી ચીજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે પરંપરાને વૈશ્વિક સ્વાદ સાથે જોડે છે. આ થાળીની આકર્ષક ડિઝાઇને લોકોમાં જિજ્ઞાસા જગાવી છે. ઘણા લોકો આ નવીન ભોજન-અનુભવને અજમાવવા માટે ઉત્સુક છે. આ થાળીમાં અનેક ક્લાસિક ભારતીય વાનગીઓનો સમાવેશ થાય છે. પાણીપૂરી સુંદર રીતે રજૂ કરવામાં આવી છે, જેમાં ફૂલકા અને નાનનો પણ સમાવેશ છે. છોલેનો બાઉલ, પનીર-કઢી અને મિક્સ શાકભાજીની વાનગી છે જે બધી ભાત સાથે પીરસવામાં આવે છે. ચટણી, અથાણું અને સેલડ નાના ટુકડાઓમાં પીરસવામાં આવે છે. આ થાળીમાં ફ્રેન્ચ ફ્રાઇઝ, પેસ્ટ્રી અને પાંઉ શૈલીની બ્રેડ પણ છે જે એને હાઇબ્રિડ બનાવે છે. આ સિવાય એમાં જાતજાતનાં પીણાં પણ પીરસવામાં આવે છે. આ થાળી વિશે ઑનલાઇન પ્રતિક્રિયા દર્શાવે છે કે એ લોકોને વાત કરવા માટે પ્રેરિત કરે છે અને દુનિયાભરના લોકો થાળી વિશે વધુ ને વધુ જાણવા માગે છે
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
