News of Wednesday, 25th March 2026
મેડિકલ જગતમાં ચીનનો અત્યંત ખતરનાક આવિષ્કાર: ડોક્ટર કરતાં પણ વધુ ચોકસાઈથી ઓપરેશન કરતો રોબોટ દુનિયાભરમાં છવાઈ ગયો
માનવ હાથ ધ્રૂજી શકે પણ રોબોટની આંગળીઓ નહીં: ચીની વૈજ્ઞાનિકોએ બનાવેલો 'સુપર રોબોટ' જટિલમાં જટિલ સર્જરીમાં પણ નિષ્ણાત તબીબોને પાછળ છોડી રહ્યો છે:AI ટેકનોલોજીથી મેડિકલ સાયન્સમાં ક્રાંતિ

નવી દિલ્હી: ટેકનોલોજીના ક્ષેત્રમાં ચીન હવે એવા શિખરો સર કરી રહ્યું છે કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ચીની એન્જિનિયરો અને તબીબોએ સંયુક્ત રીતે એક એવો અત્યંત અદ્યતન 'સર્જીકલ રોબોટ' તૈયાર કર્યો છે, જે ઓપરેશન થિયેટરમાં અનુભવી સર્જનો કરતાં પણ વધુ ઝડપથી અને સચોટતાથી સર્જરી કરી શકે છે. આ રોબોટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) થી સજ્જ છે, જે ઓપરેશન દરમિયાન માનવ શરીરની જીણામાં જીણી નસો અને કોષોનું વિશ્લેષણ કરીને રક્તસ્ત્રાવ થયા વગર મિલીમીટરની ચોકસાઈ સાથે કામ કરે છે. જ્યાં માનવીય ભૂલની સહેજ પણ શક્યતા હોય, ત્યાં આ રોબોટિક હાથ અકલ્પનીય પરિણામો આપી રહ્યા છે. ચીનના આ આવિષ્કારથી આગામી સમયમાં જટિલ હૃદય રોગ અને મગજની સર્જરીઓમાં મૃત્યુદર ઘટવાની આશા જાગી છે, પરંતુ બીજી તરફ કુશળ સર્જનોની જરૂરિયાત સામે પણ સવાલો ઉભા થયા છે.
જાણીતી પેકિંગ યુનિયન મેડિકલ કોલેજ હોસ્પિટલ (PUMCH)માં યોજાયેલી એક કોમ્પિટિશનમાં એક યુવા સર્જને મેન્યુઅલ પ્રક્રિયા કરતાં નવ મિનિટ ઓછા સમયમાં પ્રક્રિયા પૂર્ણ કરી શકે એવી નવી રોબોટિક સિસ્ટમ બનાવી હતી. સ્ટડીના ઓથર ડૉ. ઝાઓ યુઆનલીએ Chinese Neurosurgical Journalમાં લખ્યું હતું કે, ‘શરૂઆતના ક્લિનિકલ એપ્લિકેશનમાં જોવા મળ્યું છે કે YDHB-NS01 રોબોટ આસિસ્ટેડ સિસ્ટમ ડાયગ્નોસ્ટિક સેરેબ્રલ એન્જિયોગ્રાફી માટે શક્ય છે અને સુરક્ષા તેમજ પ્રક્રિયાની કામગીરીમાં હાલની પદ્ધતિઓ જેટલી જ અસરકારક દેખાય છે.’સેરેબ્રલ વાસ્ક્યુલર ઈમેજિંગ બ્રેન સંબંધિત અનેક બીમારીઓના ઈલાજ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે, પરંતુ તે દર્દી અને ડૉક્ટર બંને માટે જટિલ અને પડકારજનક પ્રક્રિયા છે. હાલની પ્રક્રિયામાં ન્યુરોલોજિસ્ટને દર્દીના થાઈમાંથી પાતળી વાયરને X-રે ફ્લોરોસ્કોપી હેઠળ બ્રેનની રક્ત નળીઓ સુધી હાથથી માર્ગદર્શન આપવું પડે છે. આ પ્રક્રિયાની પણ ઘણી મર્યાદાઓ છે, જેમાં હાથ ધ્રુજવાનું જોખમ અને રેડિએશનથી બચવા માટે પહેરવામાં આવતો ભારે લીડ ગાઉનને કારણે શારીરિક થાક લાગી શકે છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
