તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st March 2026
ટેક દુનિયામાં ' Hermes'નો મોંઘોદાટ ધડાકો: રૃા. ૫ લાખનું વાયરલેસ ચાર્જર લોન્ચ, પણ અંદર એડેપ્ટર ગાયબ!
લક્ઝરીના નામે લૂંટ કે લેટેસ્ટ ફેશન? ચાર્જરની કિંમતમાં આવી જાય લક્ઝરી કાર, છતાં એડેપ્ટર માટે અલગથી ખર્ચવો પડશે ગજવો, ટેક નિષ્ણાતો પણ ચોંકી ઉઠ્યા!

નવી દિલ્હી: દુનિયાની સૌથી મોંઘી અને પ્રતિષ્ઠિત ફેશન બ્રાન્ડ ગણાતી Hermes એ ટેકનોલોજીના માર્કેટમાં પગ મૂકતાની સાથે જ સનસનાટી મચાવી દીધી છે. Hermes દ્વારા એક નવું વાયરલેસ ચાર્જર લોન્ચ કરવામાં આવ્યું છે, જેની કિંમત અંદાજે ૫ લાખ રૂપિયા રાખવામાં આવી છે. આટલી જંગી કિંમત સાંભળીને જ લોકોના હોશ ઉડી ગયા હતા, ત્યાં બીજી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે આ ૫ લાખના ચાર્જર સાથે કંપની એડેપ્ટર (પ્લગ) આપતી નથી!
- ચામડાનું શાનદાર ફિનિશિંગ: આ ચાર્જરની ખાસિયત તેની ટેકનોલોજી કરતા તેની બનાવટ છે. Hermes ના સિગ્નેચર લેધર (ચામડા) માંથી બનેલું આ ચાર્જર દેખાવમાં અત્યંત આલીશાન છે.
- એડેપ્ટર વગરનું પેકેજ: ગ્રાહકો જ્યારે ૫ લાખ ખર્ચશે ત્યારે તેમને માત્ર ચાર્જિંગ પેડ અને કેબલ જ મળશે. એડેપ્ટર માટે તેમણે ફરીથી Hermes ના શોરૂમ પર જઈને અલગથી મોટી રકમ ચૂકવવી પડશે.
- સોશિયલ મીડિયા પર ચર્ચા: આ સમાચાર વાયુવેગે ફેલાતા જ નેટીઝન્સ ટ્રોલ કરી રહ્યા છે કે "આટલા રૂપિયામાં તો આખું ઘર ચાર્જ થઈ જાય!" જોકે, લક્ઝરીના શોખીનો માટે આ માત્ર એક ચાર્જર નહીં પણ એક 'સ્ટેટસ સિમ્બોલ' છે.
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
