<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

ટાલીયાપણું દૂર કરવા હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે? તો સાવધાન: આ ૫ વાતોનું ધ્યાન નહીં રાખો તો લાખો રૂપિયા 'પાણીમાં' જશે

નવા વાળ ઉગાડવા માટે માત્ર સર્જરી જ કાફી નથી: ઓપરેશન પછીની બેદરકારી મોંઘી પડી શકે:તબીબોની સલાહ મુજબ 'આટલું' તો ખાસ કરજો,નહીંતર રિઝલ્ટમાં ડબ્બો ગુલ

નવી દિલ્હી: આજના સમયમાં દેખાવ પ્રત્યે જાગૃત બનેલા યુવાનો અને મોટેરાઓમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. માથા પર નવા વાળના ફૂવારા ઉગાડવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા પછી જો તમે બેદરકાર રહ્યા, તો આ મહેનત અને પૈસા બંને એળે જઈ શકે છે. ટ્રાન્સપ્લાન્ટ પછીના શરૂઆતના દિવસો અત્યંત નાજુક હોય છે અને તેમાં રાખેલી સાવધાની જ તમને 'સ્માર્ટ' લુક અપાવશે.

 માથાને આંચકાથી બચાવો: ટ્રાન્સપ્લાન્ટ પછીના પ્રથમ અઠવાડિયામાં માથાને ક્યાંય અથડાવા ન દેવું, કેમ કે હજુ ગ્રાફ્ટ (નવા વાળના મૂળ) કાચા હોય છે.

 સૂર્યપ્રકાશથી દૂરી: સીધો તડકો નવા રોપેલા વાળને નુકસાન કરી શકે છે. બહાર નીકળતી વખતે ડોક્ટરની સલાહ મુજબ છૂટ્ટી ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો હિતાવહ છે.

વ્યાયામ અને પરસેવો: ભારે જીમ કે કસરત કરવાથી પરસેવો વળે છે, જે ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. ઓછામાં ઓછા ૧૫ દિવસ ભારે મહેનતથી બચવું.

ઉંઘવાની પદ્ધતિ: સુતી વખતે માથું થોડું ઊંચું રાખવું જેથી સોજા ન ચડે અને ગ્રાફ્ટ પર દબાણ ન આવે.

વ્યસનથી પરે: ધૂમ્રપાન અને દારૂનું સેવન લોહીના પરિભ્રમણને અસર કરે છે, જે વાળના ગ્રોથમાં રુકાવટ લાવી શકે છે.

(8:22 PM IST)