તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th March 2026
હેપ્પીનેસ ડે સ્પેશિયલ: સુખી રહેવું હોય તો સાવધાન! જીવનમાંથી આ ૫ પ્રકારના નકારાત્મક લોકોને આજે જ કરો ‘ગેટ આઉટ’
ખુશીઓના દુશ્મન સમાન લોકોથી અંતર જાળવવામાં જ ભલાઈ: માનસિક શાંતિ હણતા તત્વોને ઓળખી લેવા જરૂરી: જાણો કયા પાંચ સ્વભાવના લોકો તમારી પ્રગતિમાં અવરોધક બને છે

નવી દિલ્હી : આજે જ્યારે સમગ્ર વિશ્વ 'ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ' ઉજવી રહ્યું છે, ત્યારે દરેક વ્યક્તિના મનમાં એક જ સવાલ હોય છે કે સાચું સુખ ક્યાં છે? મનોવૈજ્ઞાનિકોના મતે, ભૌતિક સુખ-સુવિધાઓ કરતા પણ વધુ મહત્વનું છે કે તમારી આસપાસ કેવા લોકો છે. જો તમે સુખી અને શાંત જીવન જીવવા માંગતા હોવ, તો આ પાંચ પ્રકારના લોકોથી અત્યારથી જ દૂરી બનાવી લેવી હિતાવહ છે.
૧. સતત ફરિયાદ કરનારા (The Complainers) કેટલાક લોકો એવા હોય છે જેમને દરેક પરિસ્થિતિમાં માત્ર ખામી જ દેખાય છે. ગમે તેટલું સારું થાય, તેઓ રડવાનું ચાલુ જ રાખે છે. આવા લોકો સાથે રહેવાથી તમારી સકારાત્મક ઉર્જા પણ ખર્ચાઈ જાય છે અને તમે પણ નકારાત્મક વિચારવા માંડો છો.
૨. ઈર્ષાળુ સ્વભાવના લોકો (The Jealous Ones) તમારી પ્રગતિ કે ખુશી જોઈને જેમના ચહેરા પર કરચલીઓ પડી જતી હોય, તેવા લોકો તમારા ક્યારેય હિતેચ્છુ હોઈ શકતા નથી. તેઓ તકની રાહ જોતા હોય છે કે ક્યારે તમે નીચે પડો. સુખ માટે આવા 'છુપા દુશ્મનો'થી દૂર રહેવું જ શ્રેષ્ઠ છે.
૩. ગપસપ અને નિંદા કરનારા (The Gossippers) જે વ્યક્તિ તમારી પાસે આવીને બીજાની નિંદા કરે છે, તે ચોક્કસપણે બીજા પાસે જઈને તમારી પણ નિંદા કરતી જ હશે. આવા લોકો માત્ર વાતાવરણ ડહોળવાનું કામ કરે છે અને તમારા માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
૪. હંમેશા 'પીડિત' બનવાનો ઢોંગ કરનારા (The Victims) પોતાની ભૂલોનો ટોપલો બીજા પર ઢોળવામાં માહિર એવા લોકો કે જેઓ હંમેશા પોતે જ બિચારા છે તેવું સાબિત કરે છે. આવા લોકો તમારી સહાનુભૂતિનો દુરુપયોગ કરે છે અને તમને હંમેશા ગુનેગાર હોવાનો અહેસાસ કરાવે છે.
૫. માત્ર જરૂરિયાત સમયે યાદ કરનારા (The Users) આવા લોકો તમને ત્યારે જ મેસેજ કે ફોન કરશે જ્યારે તેમને કોઈ કામ હશે. તમારો ઉપયોગ કરી લીધા બાદ તેઓ ગાયબ થઈ જાય છે. સંબંધોમાં આપ-લે હોવી જોઈએ, માત્ર 'લે-લે' નહીં. આવા સ્વાર્થી લોકોથી અંતર જાળવવું એ જ સુખની ચાવી છે.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
