<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

અમેરિકાને ઈરાનનો જોરદાર આંચકો: ૧૬ ફાઈટર જેટ અને ૧૦ રીપર ડ્રોન તોડી પાડ્યાનો ખળભળાટભર્યો દાવો

પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા: અમેરિકી સૈન્ય શક્તિને ઈરાને પડકારી: અત્યાધુનિક ડ્રોન અને લડાકુ વિમાનોને ફૂંકી મારતા વિશ્વભરમાં સનાટો
નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી તંગદિલી વચ્ચે ઈરાને અમેરિકાને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો આપ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકાના અત્યાધુનિક ૧૬ ફાઈટર જેટ અને ૧૦ જેટલા રીપર (Reaper) ડ્રોન નષ્ટ કરી દીધા છે. આ ઘટનાને પગલે બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.
અમેરિકાના અત્યંત મોંઘા અને આધુનિક ગણાતા MQ-9 રીપર ડ્રોન ઈરાન માટે સરળ નિશાન સાબિત થઈ રહ્યા છે. કુલ 10 ડ્રોનમાંથી 9 ડ્રોનને ઈરાની એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ તોડી પાડ્યા છે. એક ડ્રોન જોર્ડનના એરફિલ્ડ પર ઈરાની બેલેસ્ટિક મિસાઈલ હુમલાનો શિકાર બન્યું હતું. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ ડ્રોન માનવરહિત હોવાથી અમેરિકા જાણીજોઈને તેને હાઈ-રિસ્ક ઝોનમાં મોકલે છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં ડ્રોન ગુમાવવા એ અમેરિકા માટે આંચકો છે.
આ યુદ્ધમાં દુશ્મનના હુમલા કરતા પણ વધુ નુકસાન અમેરિકાને પોતાની ભૂલો અને ટેકનિકલ ખામીને કારણે થયું છે. ઓપરેશન દરમિયાન એક KC-135 રિફ્યુઅલિંગ ટેન્કર દુર્ઘટનાગ્રસ્ત થતા ક્રૂના તમામ 6 સભ્યોના મોત થયા છે. કુવૈતમાં મોટી ગેરસમજને કારણે અમેરિકી સેનાએ પોતાના જ ત્રણ F-15 ફાઈટર જેટ તોડી પાડ્યા હતા. આ ઘટના હાઈ-પ્રેશર યુદ્ધમાં તાલમેલનો અભાવ દર્શાવે છે. સાઉદી અરેબિયાના બેઝ પર ઈરાની મિસાઈલ હુમલામાં અન્ય 5 KC-135 વિમાનોને નુકસાન પહોંચ્યું છે.

 

(5:37 PM IST)