તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th March 2026
બાળક ચાલતા-બોલતા પહેલા શીખી જાય છે છેતરપિંડીઃ ૧૦ મહિનાનું બાળક પણ જૂઠું બોલી શકે છે
જન્મથી જ જૂઠો હોય છે માણસ! માણસમાં બાળપણથી જ જૂઠું બોલવાની ક્ષમતા હોય છેઃ રિસર્ચમાં થયો મોટો ખુલાસો

લંડન,તા.૧૯: યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલના સંશોધકોએ એક એવો દાવો કર્યો છે જેણે માનવ વર્તણૂક પર નવી ચર્ચા છેડી દીધી છે. આ અભ્યાસ મુજબ, માણસમાં જૂઠું બોલવાની ક્ષમતા જન્મથી જ હોય છે. આヘર્યની વાત એ છે કે બાળકો શબ્દો બોલતા કે પગભર થતા શીખે તે પહેલા જ અન્યોને છેતરવાની કળામાં માહિર થઈ જાય છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે ૧૦ મહિનાનું બાળક પણ જૂઠું બોલી શકે છે.
પ્રોફેસર એલેના હોઈકાના નેતૃત્વમાં થયેલા આ અભ્યાસને ઇન્ટરનેશનલ જર્નલ 'કોગ્નિટીવ ડેવલપમેન્ટ'માં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ સંશોધન માટે બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડાના ૭૫૦ થી વધુ માતા-પિતાના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. ૧૦ મહિનાની ઉંમરમાં આશરે ૨૫% બાળકો છેતરપિડીને સમજવા અને તેનો ઉપયોગ કરવા લાગે છે. ૧૭ મહિનાની ઉંમર સુધી આ આંકડો વધીને ૫૦% સુધી પહોંચી જાય છે, જ્યારે ૩ વર્ષની ઉંમર સુધીમાં બાળકો જૂઠું બોલવામાં એક્સપર્ટ, ક્રિએટિવ અને વારંવાર જૂઠું બોલતા થઈ જાય છે.
માતા-પિતાએ નોંધ્યું છે કે બાળકો ખૂબ જ નાની ઉંમરે છેતરપિડીની વિવિધ પદ્ધતિઓ અપનાવે છે. જેમાં સૌથી સામાન્ય 'સાંભળતા ન હોવાનો નાટક કરવો' છે. આ ઉપરાંત રમકડાં કે વસ્તુઓ છુપાવવી, જે વસ્તુની મનાઈ હોય તે છુપાઈને ખાવી, કોઈ જોતું ન હોય ત્યારે જ જે વસ્તુ માટે ના પાડી હોય તે કામ કરવું જેવી બાબતો સામેલ છે.
પ્રોફેસર હોઈકાના મતે, શરૂઆતમાં જૂઠ 'સર્વાઇવલ સ્ટ્રેટેજી' પર આધારિત હોય છે. બાળક કોઈને છેતરવા માટે નહીં પરંતુ, વઢ કે સજાથી બચવા અને પોતાની પસંદની વસ્તુ મેળવવા માટે જૂઠનો સહારો લે છે. જેમ જેમ બાળકની ભાષા અને બીજાના મગજને સમજવાની ક્ષમતા વધે છે, તેમ તેમ જૂઠ વધુ જટિલ અને સર્જનાત્મક બનતું જાય છે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
