<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ઇન્‍સ્‍ટાગ્રામમાં ચેટ્‍સ હવે પ્રાઇવેટ નહીં રહેઃ ૮ મેથી ફેરફાર

E2EE દૂર કર્યા પછી મેટા પાસે હવે આવી અપમાનજનક ચેટ્‍સની જાણ કરવા પર એક્‍સેસ હશે અને વાતચીતના આધારે કાર્યવાહી કરી શકાશે

ન્‍યુયોર્ક,તા.૧૬: ૮ મેથી મેટાના ફોટો અને વિડિયો શેરિગ પ્‍લેટફોર્મ ઇન્‍સ્‍ટાગ્રામમાં કરવામાં આવતી પર્સનલ ચેટ હવે પ્રાઇવેટ રહેશે નહીં. મેટાએ લીધેલા આ મોટા નિર્ણયની જાણકારી એની બ્‍લોગ પોસ્‍ટમાં આપવામાં આવી છે. મેટાએ ઇન્‍સ્‍ટાગ્રામ ડાયરેક્‍ટ મેસેજ (DM)માંથી એન્‍ડ-ટુ-એન્‍ડ એન્‍ક્રિપ્‍શન (E2EE) સુવિધા દૂર કરવાનો નિર્ણય લીધો છે. મેટાએ એના બ્‍લોગ પોસ્‍ટ દ્વારા પુષ્ટિ કરી છે કે E2EE હવે ઇન્‍સ્‍ટાગ્રામના DMમાંથી દૂર કરવામાં આવ્‍યું છે. ડિસેમ્‍બર ૨૦૨૩માં ઇન્‍સ્‍ટાગ્રામમાં ચ્‍૨ચ્‍ચ્‍ ઉમેરવામાં આવ્‍યું હતું. વોટ્‍સઍપની જેમ મેટાએ ઇન્‍સ્‍ટાગ્રામ અને ફેસબુક મેસેન્‍જર માટે E2EE સુવિધા રોલઆઉટ કરી હતી.

E2EE સુવિધાને દૂર કરવાનો અર્થ એ છે કે જો તમે ઇન્‍સ્‍ટાગ્રામ પર કોઈની સાથે ચેટ કરો છો તો મેટા પાસે હવે એનો ઍક્‍સેસ હશે એટલે કે તમારી ચેટ્‍સ હવે ખાનગી રહેશે નહીં.E2EEમાં ઇન્‍સ્‍ટાગ્રામ પરની વાતચીત ફક્‍ત મોકલનાર અને મેળવનાર દ્વારા જ ઍક્‍સેસ કરી શકાતી હતી. મેટા પણ એને ઍક્‍સેસ કરી શકતું નથી.

મેટાએ એના બ્‍લોગમાં સમજાવ્‍યું હતું કે ઇન્‍સ્‍ટાગ્રામમાં આ ફેરફારને કારણે જો તમે તમારી જૂની વાતચીતને ખાનગી રાખવા માગતા હો તો આપેલી સૂચનાઓનો ઉપયોગ કરીને તમારા ખાનગી મીડિયા અને ચેટ્‍સ ડાઉનલોડ કરી શકો છો. વ્‍યક્‍તિગત ચેટ્‍સ ડાઉનલોડ કરવા માટે યુઝર્સે તેમની ઇન્‍સ્‍ટાગ્રામ ઍપ્‍લિકેશનને લેટેસ્‍ટ વર્ઝનની સાથે અપડેટ કરવાની જરૂર પડશે. મેટાના નિર્ણય બાદ યુઝર્સ વિચારી રહ્યા હશે કે શું ફેસબુક મેસેન્‍જર પણ ઇન્‍સ્‍ટાગ્રામ પછી ચ્‍૨ચ્‍ચ્‍ દૂર કરશે. કંપનીએ હજી સુધી આ બાબતે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી.

બાળદુર્વ્‍યવહાર અંગે મેટાની E2EE સુવિધા વિશે પ્રશ્નો ઊભા થયા હતા. અમેરિકા અને યુનાઇટેડ કિગડમની કેટલીક સરકારી એજન્‍સીઓએ ચાઇલ્‍ડ સેક્‍સ અબ્‍યુઝ મટીરિયલ (CSAM) ધરાવતી સામગ્રી શોધવા માટે E2EE દૂર કરવાની વિનંતી કરી હતી. વોટ્‍સઍપની જેમ ઇન્‍સ્‍ટાગ્રામ અને ફેસબુક મેસેન્‍જરમાં E2EE છે એટલે આ પ્‍લેટફોર્મ પર વન-ટુ-વન વાતચીત સંપૂર્ણપણે ખાનગી રહે છે. મેટા કે અન્‍ય કોઈ એજન્‍સી એને ઍક્‍સેસ કરી શકતી નથી. સોશ્‍યલ મીડિયા પ્‍લેટફોર્મ પર અજાણ્‍યા લોકો ઇન્‍સ્‍ટાગ્રામ DMમાં બાળકો સાથે અપમાનજનક વાતચીત કરતા હતા અને રિપોર્ટ કર્યા પછી પણ વાતચીતોને ઍક્‍સેસ કરી શકાતી નહોતી જેને કારણે કાર્યવાહી થતી નહોતી. E2EE દૂર કર્યા પછી મેટા પાસે હવે આવી અપમાનજનક ચેટ્‍સની જાણ કરવા પર ઍક્‍સેસ હશે અને વાતચીતના આધારે કાર્યવાહી કરી શકાશે.

(9:59 AM IST)