તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
બોસ વારંવાર પટેટો કહીને બોલાવતા હતા, મહિલા કર્મચારીએ ફરિયાદ કરતાં કંપનીએ ચૂકવવો પડયો ૨૯ લાખ રૂપિયાનો દંડ

લીડ્સ,તા.૧૬: બ્રિટનના લીડ્સ શહેરમાં એક આઇરિશ મહિલાએ કોર્ટમાં કેસ નોંધાવ્યો હતો કે તેના બોસ વારંવાર તેને પટેટો કહીને મજાક ઉડાવે છે જેને કારણે તેને માનસિક રીતે પ્રતાડિત ફીલ થાય છે. વાત એમ છે કે બેનાડેટ હાયેસ નામની એક મહિલા સિવિલ એન્જાિનિયરિગ કંપનીમાં બુકકીપર તરીકે કામ કરતી હતી. તેનો બોસ મિક ઍટકિન્સ તેની આઇરિશ ઓળખને કારણે મજાક ઉડાડતો હતો. જ્યારે પણ કોઈ વાતે તે સહમત ન હોય તો મિક તેને પટેટો કહીને સંબોધતો. ક્યારેક તેને પેડી અથવા તો સ્ટુપિડ પેડી પણ કહેતો. જાહેરમાં બીજા સ્ટાફની હાજરીમાં પણ આવાં સંબોધનો કરતાં હોવાથી સ્ટાફ-મેમ્બરો પણ તેને હલકામાં લેવા લાગ્યા હતા. બેનાડેટે નક્કી કર્યું કે આવું મેન્ટલ હેરેસમેન્ટ તે સહન નહીં જ કરે. તેણે પોતાને કરવામાં આવતાં સંબોધનો માટે વિરોધ કરીને આ માટે કંપની સામે માનસિક હેરેસમેન્ટનું વળતર માગ્યુ હતું. એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે પણ આવાં સંબોધનોને જાતિગત ઉત્પીડનની શ્રેણીમાં આવે છે એવું સ્વીકાર્યું હતું અને કાર્યસ્થળે અપમાનજનક શબ્દો વાપરવા માટે કંપનીને ૨૯ લાખ રૂપિયાનો દંડ ચૂકવવાનો નિર્ણય સંભળાવ્યો હતો.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
