તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
ઈરાન-ઇઝરાયલ યુદ્ધની વચ્ચે ઉત્તર કોરિયાએ કર્યું બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ
ઉત્તર કોરિયાએ એકસાથે ૧૦ બેલેસ્ટિક મિસાઈલો છોડતા જાપાન-દક્ષિણ કોરિયામાં ભારે ફફડાટ!: 'ફ્રીડમ શીલ્ડ' કવાયતથી ભડકેલા કિમ જોંગે શક્તિપ્રદર્શન કર્યું: સમુદ્રમાં મિસાઈલોનો વરસાદ, અમેરિકા પણ ચોંકી ગયું

નવી દિલ્હી: જ્યારે આખી દુનિયાની નજર ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંભવિત મહાયુદ્ધ પર ટકેલી છે, ત્યારે પૂર્વ એશિયાના 'બેડ બોય' ગણાતા કિમ જોંગ ઉને ફરી એકવાર ખતરનાક ચાલ ચાલી છે. આજે શનિવારે બપોરે ઉત્તર કોરિયાએ તેની રાજધાની પ્યોંગયાંગ નજીકથી એક-બે નહીં પણ એકસાથે ૧૦ જેટલી બેલેસ્ટિક મિસાઈલો છોડીને જાપાન અને દક્ષિણ કોરિયામાં ભારે ભયનો માહોલ પેદા કરી દીધો છે.
દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફે જણાવ્યું છે કે તેઓ હજુ પણ આ મિસાઈલો કેટલી દૂર ગઈ અને તેની મારક ક્ષમતા કેટલી હતી તેની તપાસ કરી રહ્યા છે. બીજી તરફ, ટોક્યોમાં વડાપ્રધાન કાર્યાલયમાં કટોકટી પ્રતિભાવ ટીમ એક્ટિવ થઈ ગઈ છે. નિષ્ણાતો માને છે કે ઈરાન પર અમેરિકાના વધતા દબાણ વચ્ચે ઉત્તર કોરિયા પણ પોતાનો મોકો શોધી રહ્યું છે.
જાપાન સરકાર પણ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહી છે. જાપાન તરફથી નિવેદન આવ્યું છે કે, નોર્થ કોરિયા દ્વારા છોડવામાં આવેલી વસ્તુ બેલેસ્ટિક મિસાઈલ હોઈ તેવી શક્યતા વધારે છે. જાપાનના કોસ્ટ ગાર્ડે જણાવ્યું કે, નોર્થ કોરિયા તરફથી છોડવામાં આવેલી આ શંકાસ્પદ બેલેસ્ટિક મિસાઈલ પહેલાથી જ સમુદ્રમાં પડી ચુકી છે. નોર્થ કોરિયાનું આ હાલનું પરીક્ષણ એવા સમયે થયું છે જ્યારે સાઉથ કોરિયા અને અમેરિકા તેમનો વાર્ષિક સૈન્ય અભ્યાસ 'ફ્રીડમ શીલ્ડ' કરી રહ્યા છે.
નોર્થ કોરિયા અવારનવાર આ સૈન્ય અભ્યાસોનો વિરોધ કરતું આવ્યું છે અને તેને યુદ્ધની તૈયારી માને છે. આવી સ્થિતિમાં, મિસાઈલ લોન્ચિંગ એ અમેરિકા અને સાઉથ કોરિયાના યુદ્ધાભ્યાસના જવાબમાં પોતાની સૈન્ય તાકાત બતાવવાનો એક પ્રયાસ હોઈ શકે છે. ઉપરાંત હાલમાં ચાલી રહેલા ટેન્શન વચ્ચે અમેરિકાને ઇરાન સમજવાની ભુલ ન કરે તે પ્રકારનો સંદેશ આપવાનો પ્રયાસ પણ હોઇ શકે છે.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
