તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th March 2026
યુદ્ધના મેદાનમાં અમેરિકાને 'મોટો ફટકો': હવામાં ઈંધણ ભરતું KC-135 પ્લેન કડડભૂસ!
પશ્ચિમી ઈરાકમાં મધરાતે સર્જાયો ભીષણ અકસ્માત: ૬ ક્રૂ મેમ્બર્સમાંથી ૪ ના મોતની આશંકા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નવી દિલ્હી: ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગની વચ્ચે મહાસત્તા અમેરિકા માટે માઠા સમાચાર આવ્યા છે. અમેરિકી વાયુસેનાનું અત્યંત મહત્વનું ગણાતું અને હવામાં જ ફાઈટર જેટ્સમાં ઈંધણ ભરવાની ક્ષમતા ધરાવતું KC-135 સ્ટ્રેટોટેન્કર (Stratotanker) પ્લેન પશ્ચિમ ઈરાકના આકાશમાં ક્રેશ થયું છે. આ દુર્ઘટનાને પગલે પેન્ટાગોન સહિત આખા અમેરિકી સંરક્ષણ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી વિગતો મુજબ, આ અકસ્માત ગુરુવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ (સ્થાનિક સમય મુજબ) બન્યો હતો. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ પુષ્ટિ કરી છે કે 'ઓપરેશન એપિક ફ્યુરી' હેઠળ જ્યારે બે વિમાનો મિશન પર હતા, ત્યારે આ આકસ્મિક દુર્ઘટના ઘટી હતી. બે KC-135 વિમાનો પૈકી એક સુરક્ષિત રીતે ઈઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર ઉતરી ગયું હતું, જ્યારે બીજું વિમાન પશ્ચિમ ઈરાકના રણ વિસ્તારમાં તૂટી પડ્યું હતું.
શરૂઆતી અહેવાલો મુજબ વિમાનમાં ૫ થી ૬ ક્રૂ મેમ્બર્સ સવાર હતા. તાજા અપડેટ્સ મુજબ, સેન્ટ્રલ કમાન્ડે ૪ જવાનોના મોતના અહેવાલ આપ્યા છે, જ્યારે બાકીના ૨ જવાનોની શોધખોળ હજુ પણ યુદ્ધના ધોરણે ચાલુ છે. ગુમ થયેલા જવાનોને શોધવા માટે હેલિકોપ્ટર અને સ્પેશિયલ ફોર્સની મદદ લેવામાં આવી રહી છે.
28 ફેબ્રુઆરીથી ઈરાન વિરુદ્ધ શરૂ થયેલા આ સૈન્ય ઓપરેશનમાં અમેરિકન સેનાને સતત ફટકો પડી રહ્યો છે. આ સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 7 અમેરિકન સૈનિકોના મોત થયા છે, જ્યારે આશરે 150 જેટલા જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઈરાક અને સીરિયામાં અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર થઈ રહેલા હુમલાઓએ ટ્રમ્પ પ્રશાસનની ચિંતામાં વધારો કર્યો છે.
(5:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
