<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

ઈરાનની હાલત ગાઝા જેવી કરવાના મૂડમાં અમેરિકા-ઇઝરાયલ હોવાની માહિતી

સેટેલાઇટની તસ્વીરો પરથી થયો મોટો ખુલાસો:80 ફાઈટર જેટ સાથે ઇઝરાયલે આખી રાત ઈરાનને હચમચાવી દીધું

નવી દિલ્હી: મિડલ ઈસ્ટના યુદ્ધમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. સેટેલાઇટ તસવીરો પરથી ખુલાસો થયો છે કે ઈરાને અમેરિકાની સૌથી સુરક્ષિત ગણાતી એર ડિફેન્સ સિસ્ટમ THAAD (થાડ) ને નિશાન બનાવી છે. જોર્ડન, સાઉદી અરેબિયા અને યુએઈ (UAE) માં આવેલા અમેરિકન રડાર બેઝ પર ઈરાને સચોટ હુમલા કરીને અમેરિકાના 'સંરક્ષણ કવચ' માં ગાબડું પાડ્યું છે. ઈરાની રેડ ક્રેસન્ટ સોસાયટી (Iranian Red Crescent Society) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, 28 ફેબ્રુઆરીએ યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં અમેરિકા અને ઈઝરાયેલના હુમલાઓમાં આશરે 6,668 નાગરિક એકમો (Civilian Units) ને નિશાન બનાવવામાં આવ્યા છે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, આ હુમલાઓ દરમિયાન બચાવ અને રાહત કાર્યમાં વપરાતા અનેક વાહનોને પણ નુકસાન થયું છે. આટલું જ નહીં, જ્યારે રેડ ક્રેસન્ટના કર્મચારીઓ બચાવ કામગીરી કરી રહ્યા હતા, ત્યારે તેમના પર પણ હુમલા થયા હતા જેમાં અનેક કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પ્રવેશવા જતાં ઓઈલ ટેન્કર પર હુમલો કરાયાના અહેવાલ સામે આવ્યા છે. માહિતી અનુસાર જહાજ પર હાજર ક્રૂ મેમ્બર્સનું કહેવું છે કે અમે ઈરાનનો આદેશ માનવાનો ઈનકાર કર્યો હતો કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પ્રવેશ ના કરતા. આદેશની અવગણના બાદ અમારા પર હુમલો કરી દેવામાં આવ્યો હતો.

 

(6:42 PM IST)