તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
ઓએમજી.....મેટાનાં રે-બન સ્માર્ટ ગ્લાસ ખુબજ મોટી કન્ટ્રોવર્સીમાં ફસાયું હોવાની માહિતી
કેમેરા દ્વારા મેટાના AI ટ્રેનર બાથરૂમથી લઈને બેડરૂમ સુધીના તમામ વીડિયો જોઈ રહ્યાં હોવાનો આક્ષેપ:એક રિપોર્ટ અનુસાર મેટા રે-બેન ગ્લાસ પહેરનાર યુઝર્સના તમામ વીડિયોને AI ટ્રેનર જોઈ રહ્યાં છે:સ્માર્ટ ગ્લાસ દ્વારા લોકોના કપડાં બદલતા વીડિયો પણ રેકોર્ડ કરવામાં આવ્યાં છે

નવી દિલ્હી: મેટાના રે-બેન સ્માર્ટ ગ્લાસ હાલમાં ખૂબ જ મોટી કન્ટ્રોવર્સીમાં ફસાયું છે. આ સ્માર્ટ ગ્લાસ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે એના કેમેરા દ્વારા મેટાના AI ટ્રેનર બાથરૂમથી લઈને બેડરૂમ સુધીના તમામ વીડિયો જોઈ રહ્યાં છે. AI જેમ-જેમ આગળ વધી રહ્યું છે તેમ-તેમ એમાં નવી-નવી પ્રોડક્ટનો સમાવેશ થઈ રહ્યો છે. સ્માર્ટ ગ્લાસ બનાવવા પાછળ હવે ઘણી કંપનીઓ મંડી પડી છે. જોકે હવે આ જ સ્માર્ટ ગ્લાસ ચર્ચાનો વિષય બન્યું છે.
એક રિપોર્ટ અનુસાર મેટા રે-બેન ગ્લાસ પહેરનાર યુઝર્સના તમામ વીડિયોને AI ટ્રેનર જોઈ રહ્યાં છે. એટલે કે ચશ્મા પહેરવાની સાથે જ યુઝર જે વીડિયો જુએ છે એ વીડિયોને મેટાની ઓફિસમાં બેસેલા લોકો પણ જુએ છે. આથી ચશ્મા પહેરનાર યુઝર્સને પણ લોકો જોઈ રહ્યાં છે. 27 ફેબ્રુઆરીએ સ્વીડનમાં રજૂ થયેલા એક ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં મેટા રે-બેન સ્માર્ટ ગ્લાસીસ અને એ કેવી રીતે કામ કરે છે એ વિશે વાત કરવામાં આવી હતી. આ ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું હતું કે સ્માર્ટ ગ્લાસ દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા વીડિયોને AIને ટ્રેન કરનાર AI ટ્રેનર પણ જોઈ રહ્યાં છે.
કેન્યાની નૈરોબીમાં આવેલી એક કંપનીના એક વ્યક્તિએ નામ નહીં જણાવવાની શરતે કહ્યું હતું કે તેમણે એવા વીડિયો જોયા છે જેમાં વ્યક્તિઓ ખૂબ જ સંવેદનશીલ સ્થિતિમાં પણ જોવા મળ્યાં છે. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે સ્માર્ટ ગ્લાસ દ્વારા લોકોના કપડાં બદલતા વીડિયો પણ રેકોર્ડ કરવામાં આવ્યાં છે. તેમ જ ઘણી પ્રાઇવેટ મૂમેન્ટ્સ પણ રેકોર્ડ થઈ ગઈ છે. મેટા કંપનીમાં ટ્રેનિંગના નામ પર હ્યુમન ટ્રેનર આ વીડિયોને જોઈ રહ્યાં છે. આથી મેટા યુઝર્સને જ્યારે ખબર પડશે ત્યારે તેઓ પણ નહીં ઇચ્છતા હોય કે તેમનો કેમેરા ચાલુ રહે.
આ રિપોર્ટમાં કેન્યાની કંપની Samaનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કંપની મેટાની સબ-કોન્ટ્રેક્ટર તરીકે કામ કરે છે. આ કંપની મેટાને ટ્રેન કરવા માટેના વ્યક્તિઓ પૂરા પાડવાનું કામ કરે છે. આ ટ્રેનર વીડિયોમાં જોવા મળેલી વસ્તુઓને ઓળખીને AIને ટ્રેન કરે છે. હજારો લોકો સ્ક્રીન પર બોક્સ બનાવીને અલગ-અલગ વસ્તુઓ ઓળખવા માટે AIને ટ્રેન કરે છે. આ ડેટા ત્યાર બાદ મેટાને આપવામાં આવે છે જેથી તેઓ વધુ સારી રીતે AI મોડલને ટ્રેન કરી શકે. આ રિપોર્ટમાં એક કર્મચારીએ એ પણ કહ્યું છે કે તેણે બાથરૂમમાં જવાથી લઈને કપડાં બદલવા સુધીના વીડિયો જોયા છે. જોકે આ વ્યક્તિએ એ પણ કહ્યું હતું કે તેને નથી ખબર કે ચશ્મા પહેરનાર યુઝર્સને ખબર હોય કે તેમના વીડિયો રેકોર્ડ થઈ રહ્યાં છે. જોકે તેઓ પણ નહીં ઇચ્છતા હોય કે તેમના વીડિયો કોઈ પણ જુએ.
આ રિપોર્ટમાં અન્ય એક કર્મચારીએ કહ્યું હતું કે એક વીડિયોમાં એક પુરુષ બેડરૂમમાં આવીને બેડસાઇડ કેબિનેટ પર તેના સ્માર્ટ ગ્લાસ મૂકે છે અને બહાર જાય છે. ત્યાર બાદ એક મહિલા રૂમમાં આવે છે અને કપડાં બદલે છે. ડેટા એનોટેટર્સને દેખાડવામાં આવતાં વીડિયોમાં ક્રેડિટ કાર્ડથી લઈને સેક્સ સુધીના ફૂટેજનો સમાવેશ થાય છે. કેટલાક વીડિયો યુઝરે જાણી જોઈને રેકોર્ડ કર્યા હોય એવું પણ બની શકે છે. જોકે મોટાભાગના વીડિયોમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ વીડિયો યુઝરની સહમતી વગર અને તેની જાણ બહાર શૂટ કરવામાં આવ્યાં છે. આ પ્રકારના વીડિયો જો લીક થઈ જાય તો ખૂબ જ શરમજનક પરિસ્થિતિનો સામનો યુઝરે કરવો પડી શકે છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
