તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
અમેરિકા-ઈરાન વચ્ચેના સૈન્ય સંઘર્ષમાં ચીની પ્રોફેસરે ચોંકાવનારી વાત કરી દીધી
ઈરાન પાસે છે એક ખતરનાક હથિયાર:એક પણ ગોળી ચલાવ્યા વગર તે અમેરિકાની સેનાને ઘૂંટણિયે લાવી શકે છે તેવી માહિતી

નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા જતા સૈન્ય સંઘર્ષની વચ્ચે એક ચીની પ્રોફેસરના વિશ્લેષણે વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. પ્રોફેસરના મતે, ઈરાન પાસે એક એવું હથિયાર છે જેના માટે તેને એક પણ ગોળી ચલાવવાની જરૂર નથી અને તે આખા અખાતી દેશો (Gulf Countries) અને અમેરિકાની સેનાને ઘૂંટણિયે લાવી શકે છે. ચીની પ્રોફેસરના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયા, કતાર અને બહરીન જેવા અખાતી દેશો પાસે પીવાલાયક કુદરતી પાણીના સ્ત્રોત અત્યંત મર્યાદિત છે. આ દેશો તેમની 60% પાણીની જરૂરિયાત માટે દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાના 'ડિસેલિનેશન પ્લાન્ટ' (Desalination Plant) પર નિર્ભર છે. જો આ પ્લાન્ટ્સ કામ કરવાનું બંધ કરી દે, તો ગણતરીના કલાકોમાં જ આ દેશોમાં પીવાના પાણી માટે હાહાકાર મચી શકે છે.
પ્રોફેસરનું વિશ્લેષણ અત્યંત ડરામણું છે. ઈરાન પાસે અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી છે જે રડારથી બચીને ચોકસાઈપૂર્વક નિશાન લગાવી શકે છે. આ ડિસેલિનેશન પ્લાન્ટ્સ દરિયા કિનારે આવેલા હોય છે અને તેમની સુરક્ષા કરવી પડકારજનક છે. જો ઈરાન માત્ર એક 'સ્યુસાઈડ ડ્રોન' વડે કોઈ મુખ્ય વોટર પ્લાન્ટને નિશાન બનાવે, તો લાખો લોકો પાણી વિના તરફડતા થઈ જશે. આ મશીનો એટલી જટિલ હોય છે કે તેને ઠીક કરવામાં મહિનાઓનો સમય લાગે છે.
મિડલ ઈસ્ટમાં તૈનાત હજારો અમેરિકન સૈનિકો પણ પાણી માટે આ સ્થાનિક સ્ત્રોતો પર જ નિર્ભર છે. પ્રોફેસરના મતે, જ્યારે જનતા તરસથી વ્યાકુળ હશે અને ચારેબાજુ અરાજકતા ફેલાશે, ત્યારે અમેરિકી સેનાનું મેનેજમેન્ટ સંપૂર્ણપણે નિષ્ફળ જઈ શકે છે. સેનાએ પોતાની સુરક્ષા કરવાને બદલે લોકોને પાણી પૂરું પાડવાની ચિંતા કરવી પડશે. આ સ્થિતિ કોઈપણ શક્તિશાળી દેશને હરાવવા માટે પૂરતી છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
