<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

અમેરિકાની સબમરીને શ્રીલંકાના દક્ષિણ દરિયાકાંઠે ઈરાની જહાજ પર હુમલો કરતા 80 લોકો મોતને ભેટ્યા હતા

હિંદ મહાસાગરમાં વધુ એક ઈરાની જહાજ પર ખતરો મંડરાઈ હોવાનું સામે આવ્યું :શ્રીલંકાએ તેના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં ઈરાનનું વધુ એક જહાજ ઉભું છે અને તેમણે ઈમરજન્સી મદદ માંગી

નવી દિલ્હી: અમેરિકાની સબમરીને ચોથી માર્ચે શ્રીલંકાના દક્ષિણ દરિયાકાંઠા પાસે ઈરાની યુદ્ધજહાજ પર ટોર્પિડોથી હુમલો કર્યો હતો, જેમાં જહાજ ડૂબી જવાની સાથે 80 લોકોના મોત થયા હતા, ત્યારે આ જ હિંદ મહાસાગરમાં વધુ એક ઈરાની જહાજ પર ખતરો મંડરાઈ હોવાનું સામે આવ્યું છે. શ્રીલંકાએ કહ્યું કે, તેના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં ઈરાનનું વધુ એક જહાજ ઉભું છે અને તેમણે ઈમરજન્સી મદદ માંગી છે. શ્રીલંકાએ આજે (5 માર્ચ) કહ્યું છે કે, તેમને હિંદ મહાસાગરમાં એક ઈરાની જહાજે ઉભુ છે, જેઓ અમારા જળવિસ્તારમાં પ્રવેશ કરવા માટે મંજૂરી માંગી રહ્યા છે. શ્રીલંકન સરકારના પ્રવક્તા અને મંત્રી નલિંદા જયથિસાએ સંસદમાં કહ્યું છે કે, હિંદ મહાસાગરમાં વધુ એક ઈરાની જહાજ ફસાયું હોવાનું સરકારને માહિતી મળી છે અને સરકાર જહાજ પરના લોકોને સુરક્ષિત સુનિશ્ચિત કરતા પગલાઓ પર વિચારણા કરી રહી છે. સરકાર ક્ષેત્રીય શાંતિ જાળવી રાખવા માટે અને જહાજ પરના તમામ લોકોની સુરક્ષા માટેના પ્રયાસ કરી રહી છે.
શ્રીલંકન સરકારના પ્રવક્તાના જણાવ્યા મુજબ, હાલ શ્રીલંકાના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં ઉભુ રહેલું ઈરાની જહાજ મદદની રાહ જોઈ રહી છે, જોકે હજુ તેઓએ અમારા દેશની જળસીમામાં પ્રવેશ કર્યો નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, જહાજે ઈમરજન્સી મદદ માંગી છે.
ઉલ્લેખનીય છે કે, ચોથી માર્ચના રોજ અમેરિકન સબમરીને પાણીની અંદરની મિસાઈલ ‘ટોર્પિડો’થી ઈરાની જહાજ પર હુમલો કર્યો હતો, જેમાં 80થી વધુ લોકના મોત થયા હોવાની આશંકા છે, જ્યારે 35 લોકોને બચાવી લેવાયા છે. અમેરિકાએ કોઈપણ ચેતવણી આપ્યા વગર શ્રીલંકાના ગાલે શહેરથી લગભગ 40 નોટિકલ માઈલ દૂર ઈરાની નૌસેનાના યુદ્ધજહાજ IRIS ડે પર હુમલો કર્યો હતો, જેમાં જહાજ ડૂબી ગયું હતું. રિપોર્ટ મુજબ અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે દરિયાઈ ક્ષેત્રમાં આ પહેલી ઘટના બની હોવાનું મનાઈ રહ્યું છે.

 

 

(6:57 PM IST)