<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

વર્ચ્‍યુઅલ ગર્લફ્રેન્‍ડ બનીને વર્ષે ૧.૮૪ કરોડ રૂપિયાની કમાણી કરે છે આ યુવતી

કેટલાક પુરુષોને આમનેસામનેની મુલાકાત કરવી ગમતી નથી તેઓ ઓનલાઇન રોમેન્‍ટિક સંબંધો રાખવાનું પસંદ કરે છે

સીડની તા.૫: આજનો જમાનો હવે ઓનલાઇનનો થઈ ગયો છે. જીવનમાં સુખ, શાંતિ અને પૈસા કમાવા માટે ઑનલાઇન રહેતો માણસ હવે સંબંધો પણ ઓનલાઇન અને વર્ચ્‍યુઅલ જ રાખતો થઈ ગયો છે. ઑસ્‍ટ્રેલિયાની લિલીથ લોજ નામની યુવતીનું કહેવું છે કે દુનિયામાં એવા ઘણા પુરુષો છે જે ષી સાથે વર્ચ્‍યુઅલ સંબંધ રાખવામાં સલામતી અનુભવે છે. કેટલાક પુરુષોને આમનેસામનેની મુલાકાત કરવી ગમતી નથી. તેઓ ઓનલાઇન રોમેન્‍ટિક સંબંધો રાખવાનું પસંદ કરે છે. આ નવા ડિજિટલ ડેટિગના ટ્રેન્‍ડમાં લિલીથે પહેલાં વર્ચ્‍યુઅલ ગર્લફ્રેન્‍ડની સર્વિસ ઓફર કરવા ઉપરાંત રૂબરૂ મળવાની તૈયારી પણ રાખી હતી, પરંતુ આવું ભાગ્‍યે જ બને છે કે કોઈ તેને મળવા બોલાવે. અમુક લોકો પોતાનો ચહેરો બતાવ્‍યા વિના તેની સાથે ગર્લફ્રેન્‍ડ તરીકેનું ડેટિગ કરવા માગે છે. વર્ચ્‍યુઅલી તમે ઇમોશનલ સપોર્ટ આપી શકો છો અને એ જ તેમને જોઈતું હોય છે. ઘણા પુરુષો પોતાનો ચહેરો દેખાડવામાં પણ અસહજ હોય છે. આવા પુરુષો વર્ચ્‍યુઅલી ગર્લફ્રેન્‍ડની સર્વિસ ખરીદવાનું પસંદ કરે છે. ૨૯ વર્ષની લિલીથ આ જ કામ કરે છે. તેનું કહેવું છે કે અત્‍યાર સુધીમાં એક વર્ષમાં તે ૧.૮૪ કરોડ રૂપિયા કમાઈ છે અને તેના ૪૦,૦૦૦થી વધુ ફોલોઅર્સ છે જે તેને અમુક ચોક્કસ સમય માટે વર્ચ્‍યુઅલ ગર્લફ્રેન્‍ડ તરીકે હાયર કરે છે અને એની ફી ચૂકવી દે છે.

 

(10:48 AM IST)