તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
ટ્રમ્પે એલિયન્સના અસ્તિત્વ અંગેની ફાઈઓ જાહેર કરવા આપ્યો આદેશ

અમેરિકાના પૂર્વ પ્રમુખે એલિયન્સ હોવાની વાત કરી હતી પણ તેમણે જોયા નથી:ઓબામાનાં આ વિધાનોએ વિવાદ ચક્રવાત ઊભો કરી દીધો છે
નવી દિલ્હી: પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે કહ્યું હતું કે તેમણે પેન્ટાગોન અને અન્ય એજન્સીઓને એકસ્ટ્રા ટેરેસ્ટ્રીયલ્સ (પૃથ્વી બહારના જીવો) તથા યુએફઓનાં (અજ્ઞાન, ઉડ્ડયન પદાર્થો) વિષેની તમામ ફાઈલો સહિતની માહિતી જાહેર કરવા જણાવી દીધું છે કારણ કે જનસામાન્યને, તેમાં છેલ્લા કેટલાક સમયથી ઘણો જ રસ જાગ્યો છે.
આ પૂર્વે અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ એવાં વિધાનો કર્યાં હતાં કે એલિયન્સનું અસ્તિત્વ છે જ. પરંતુ તે જોયા નથી. તે સાથે તેઓએ નેવાડા સ્થિત એક તળાવ પાસે રચવામાં આવેલા મજબૂત વિશાળ મકાન એરિયા ૫૧ તરીકે ઓળખાય છે. તે અંગેની વાત હસી કાઢતાં કહ્યું હતું કે 'ના, તેવું કશું નથી' (જો કે નક્કર વાસ્તવિક્તા તે છે કે તે એરિયા ૫૧ની આસપાસ ૨ કિ.મી. સુધી કોઇને પણ પ્રવેશવા ઉપર પ્રતિબંધ છે. સિવાય કે ફેડરલ ગર્વનમેન્ટ માન્ય વિજ્ઞાનીઓ અને ટેક્નિશ્યનો)
તે જે હોય તે પરંતુ ઓબામાનાં આ વિધાનોએ વિવાદ ચક્રવાત ઊભો કરી દીધો છે. તેઓએ કહ્યું હતું કે આ અપરિમેય બ્રહ્માંડમાં આપણે એકલા જ હોઈએ તેવું બની જ કેમ શકે ?
દરમિયાન પ્રમુખ ટ્રમ્પનાં પુત્રવધુ લારા ટ્રમ્પે પોડકાસ્ટ ઉપર જણાવ્યું હતું કે પ્રમુખ યોગ્ય સમેય નિવેદન કરશે. તે નિવેદનની સ્પીચ પણ તૈયાર છે. લારા ટ્રમ્પનાં આ નિવેદને વ્હાઇટ હાઉસ જ નહીં સમગ્ર અમેરિકાને આંચકો આપી દીધો છે. આ વિષે પ્રમુખનાં પ્રેસ સેક્રેટરી કેરોલિન લિવિટ્રેએ હાસ્ય સાથે કહ્યું હતું કે એલિયન્સ અંગે પ્રમુખ નિવેદન કરશે તે વાત જ મારા માટે તો નવા સમાચાર સમાન છે.
વાસ્તવમાં યુએફઓ અંગે દાયકાઓથી વાતો તો વહી જ રહી છે પરંતુ ૨૦૧૭માં પેન્ટાગોનના અને ફેડરલ ગવર્નમેન્ટના અધિકારીઓએ આ અનસાઈટેન્ટીફાઈડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ (યુએફઓઝ) વિષેના વિડીયો જેવી એ ન્યૂયોર્ક ટાઈમ્સ અને પોલિટિકોને દર્શાવ્યા ત્યારથી તે અંગે રસ ઘણો જ જાગ્યો છે.
તે ઉપરાંત મે ૨૦૨૨માં ૫૦ વર્ષમાં પહેલી જ વાર યુએફઓ અંગે કોંગ્રેસે હીયરિંગ કર્યું હતું. તે સમયે રાત્રીના આકાશમાં લીલા ત્રિકોણો દેખાયા હતા. તે માટે અધિકારીઓએ તેમ કહ્યું હતું કે તે ડ્રોન્સ હશે.
છેવટે જુલાઈ ૨૦૨૨માં જુ પેન્ટાગોને ઓલ ડોમેઇન એનોઓલી રીઝોલ્યુશન ઓફીસ સ્થાયી જેમાં યુએફઓ દેખાવા વિષેની માહિતીઓનું વિશ્લેષણ કરવામાં આવતું હતું. ૨૦૨૩માં તે સંસ્થાના ડીરેક્ટર ડૉ. સીન કર્કપેટ્રિકે કહ્યું હતું કે મને હજી યુએફઓ અંગે નક્કર પુરાવા મળ્યા નથી.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
