તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
દરિયાના પાણીની પરિસ્થિતિ દિવસને દિવસે બદલાઈ રહી હોવાની માહિતી
દાયકાઓથી હિંદ મહાસાગર પૃથ્વીના સૌથી ખારા પાણીવાળું રહ્યું છે, પરંતુ હવે એની ખારાશ ઓછી થઈ રહી છે:કોલોરાડો યુનિવર્સિટીના એક નવા અભ્યાસમાં આ ચોંકાવનારી માહિતી સામે આવી

નવી દિલ્હી: દરિયાનું પાણી હંમેશાં ખારું હોય છે, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. દાયકાઓથી હિંદ મહાસાગર પૃથ્વીના સૌથી ખારા પાણીવાળું રહ્યું છે, પરંતુ હવે એની ખારાશ ઓછી થઈ રહી છે. દક્ષિણ હિંદ મહાસાગરના કેટલાક ભાગોમાં પાણીની ખારાશ આશ્ચર્યજનક રીતે ઘટી રહી છે. કોલોરાડો યુનિવર્સિટીના એક નવા અભ્યાસમાં આ ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ મુજબ ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ કિનારે દૂર દક્ષિણ હિંદ મહાસાગરનું ખારાપણું છેલ્લા 60 વર્ષમાં 30 ટકા સુધી ઘટી ગયું છે. રિસર્ચરોના જણાવ્યા મુજબ આ પરિવર્તન સમુદ્રી પ્રવાહો, હવામાન, વરસાદની પેટર્ન અને સમુદ્રી જીવનને ગંભીર રીતે અસર કરી શકે છે. રિસર્ચરોએ કમ્પ્યુટર સિમ્યુલેશનમાં જાણવા મળ્યું કે હવામાનમાં જે પરિવર્તન આવી રહ્યું છે એ ખારાશ ઘટવામાં મુખ્ય કારણ બન્યું છે. ગ્લોબલ વોર્મિંગ હવે હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગર ઉપરની સપાટી પરના પવનને બદલી રહ્યું છે. આ પવનમાં થયેલા ફેરફારને કારણે સમુદ્રી પ્રવાહ બદલાઈ રહ્યો છે અને એથી જ હિંદ મહાસાગરનું મીઠું પાણી હવે વધુ પ્રમાણમાં દક્ષિણ હિંદ મહાસાગરની તરફ જઈ રહ્યું છે. રિસર્ચરોનું કહેવું છે કે સમુદ્રના પાણીમાં જ્યારે ખારાપણું ઘટે છે ત્યારે તેનું ઘનત્વ પણ ઘટે છે.
- ગરમ પાણી ઉષ્ણકટિબંધીય વિસ્તારથી ઉત્તર તરફ વહે છે. ત્યાર બાદ ગ્રીનલેન્ડ અને અન્ય નોર્ડિક દેશોની આસપાસના સમુદ્રના બરફ સાથે ટક્કરાય છે.
- ઉત્તર એટલાન્ટિકમાં પહોંચતાની સાથે જ આ પાણી ઠંડુ થઈ જાય છે અને એમાં વધુ ખારાશ આવી જાય છે.
- ઠંડુ પાણી થઈ જતા એ વજનદાર બની જાય છે. પાણીનું વજન વધતા તે દરિયાના તળિયે જતી રહે છે.
- પાણી તળિયે પહોંચ્યા બાદ તે દક્ષિણ તરફ વહે છે. ત્યાર બાદ ફરી ગરમ થઈને એ સપાટી પર આવી જાય છે.
- ભારત માટે આ પરિવર્તન મહત્ત્વપૂર્ણ બની શકે છે. હિંદ મહાસાગરમાં થતા ફેરફારોને કારણે ભારતના મોસમના પેટર્ન, વરસાદ, સમુદ્રીમાં થતી માછીમારી અને તટીય હવામાનને અસર કરે છે. વૈશ્વિક સ્તરે આ બદલાયેલો પ્રવાહ યુરોપ, એશિયા અને આફ્રિકાના તાપમાનને અસર કરી શકે છે. મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે, એટલે કે એક ભાગમાં થયેલો નાનો ફેરફાર પણ હજારો કિલોમીટર દૂર અસર કરી શકે છે.
- વિશેષજ્ઞો કહે છે કે આ પરિવર્તનથી મહાસાગર અને વાતાવરણ વચ્ચેની પરસ્પર ક્રિયામાં ફેરફાર આવી શકે છે. આ સાથે જ ખારાશમાં ઘટાડાથી મુખ્ય ઓશન સર્ક્યુલેશન સિસ્ટમમાં અવરોધ આવી શકે છે. ઓશન સર્ક્યુલેશન સિસ્ટમ વિશ્વભરના હવામાનને નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે. આપણા મહાસાગરોના પાણીની ખારાશ લગભગ 3.5 ટકા હોય છે. જોકે આ ખારાશનું પ્રમાણ વિશ્વભરમાં અલગ અલગ હોય છે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
