<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

૩૦ સેકન્‍ડમાં ૧૪૬ કિસનો રેકોર્ડ

ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સના નિયમો મુજબ દરેક ચુંબનનો અવાજ આવવો જોઈએ અને જેનો અવાજ આવે એટલી જ કિસ કાઉન્‍ટ થઈ

લંડન,તા.૧૬: વેલેન્‍ટાઇન્‍સ ડે ઊજવાયો. એ પહેલાં જ કિસ ડે ગયો. આ દિવસે બ્રિટનની જર્નલિસ્‍ટ અને તેની પાર્ટનરે સૌથી ઓછા સમયમાં સૌથી વધુ કિસ કરવાનો રેકોર્ડ બનાવ્‍યો હતો. આ કપલમાંથી એક મહિલાએ બીજી મહિલાના ગાલ પર સતત ચુંબનો આપ્‍યાં હતાં. ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સના નિયમો મુજબ દરેક ચુંબનનો અવાજ આવવો જોઈએ અને જેનો અવાજ આવે એટલી જ કિસ કાઉન્‍ટ થઈ. એમ છતાં આ જોડીએ કિસ કરવામાં જબરી ઝડપ દેખાડી. ૩૦ સેકન્‍ડમાં ૧૪૬ વાર ગાલ પર કિસ કરી નાખતાં તેમના નામે ૩૦ સેકન્‍ડમાં સૌથી વધુ કિસનો વિશ્વવિક્રમ લખાઈ ગયો.

આ પહેલાં સૌથી વધુ કિસનો રેકોર્ડ જર્મનીના એક યુગલના નામે હતો. જર્મનીના યુગલે ૩૦ સેકન્‍ડમાં ૭૪ કિસ કરી હતી. જૂના રેકોર્ડથી બ્રિટિશ કપલે લગભગ ડબલ કિસ કરી હતી.

(9:55 AM IST)