તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
ઓએમજી .....અમેરિકાની આ મોટી ટેક કંપનીએ માત્ર આંઠ દિવસની અંદર એક લાખ કરોડ ગુમાવ્યા હોવાની માહિતી
એઆઈના ક્ષેત્રમાં કર્યું હતું અસાધારણ રોકાણ:સતત ત્રણ વર્ષથી જોવા મળેલ તેજી અચાનક મંદીમાં આવી ગઈ:અમેરિકન શેરબજારમાં અન્ય એઆઈ અને ટેક્નોલોજી કંપનીઓમાં ભારે કડાકો બોલાયો હતો

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)થી દુનિયામાં અસાધારણ પરિવર્તન આવશે તેવી અપેક્ષાથી અમેરિકાની મોટી ટેક્નોલોજી કંપનીઓએ એઆઈના ક્ષેત્રમાં અસાધારણ રોકાણ કર્યું, જેથી અમેરિકન સ્ટોક માર્કેટમાં સતત ત્રણ વર્ષથી તેજી જોવા મળી હતી, પરંતુ છેલ્લા સપ્તાહમાં અચાનક જ એઆઈ કંપનીઓમાં વેચવાલીના પગલે અમેરિકન સ્ટોક માર્કેટમાંથી એક લાખ કરોડ ડોલરનું ધોવાણ થઈ ગયું. બીજીબાજુ અમેરિકન બજારમાં વેચવાલીની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી અને ભારતમાં પણ ઈન્ફોસીસ, ટીસીએસ, એચસીએલ સહિતની ટેક્નલોજી કંપનીઓમાં કડાકો બોલાતા ભારતના એઆઈ સેક્ટરે પણ આઠ દિવસમાં છ લાખ કરોડ ગુમાવ્યા છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી દુનિયા બદલી નાંખવાનો આશાવાદ જગાવતી અમેરિકાની મોટી ટેક્નોલોજી કંપનીઓએ એઆઈમાં જંગી રોકાણ કર્યું હતું. એઆઈના આશાવાદથી અમેરિકન સ્ટોક માર્કેટમાં છેલ્લા ત્રણ વર્ષથી ભારે તેજી જોવા મળી હતી, પરંતુ ગયા સપ્તાહે અમેરિકાની એન્થ્રોપિક કંપનીએ એઆઈ ક્લાઉડ રજૂ કરતાં અમેરિકન શેરબજારમાં અન્ય એઆઈ અને ટેક્નોલોજી કંપનીઓમાં ભારે કડાકો બોલાયો હતો.
એઆઈ અંગેના ઊંચા આશાવાદના કારણે અમેરિકન સ્ટોક માર્કેટમાં એઆઈ અને ટેક કંપનીઓના શેરોના ભાવ આકાશને આંબતા હતા. આવા સમયે એઆઈ દુનિયામાં ક્રાંતિકારી વૃદ્ધિનું ચાલક બળ બનશે કે સ્થાપિક આવક પ્રવાહોને ખોરવી નાંખશે તેવી આશંકાઓના પગલે રોકાણકારોમાં ભારે ગભરાટ ફેલાયો છે, જેને પગલે એક સપ્તાહમાં એઆઈ કંપનીઓમાં વેચવાલીથી વૈશ્વિક સોફ્ટવેર કંપનીઓને એક લાખ કરોડ ડોલરનું નુકસાન થયું છે.
એઆઈની તેજીને ધ્યાનમાં રાખી અમેઝોન, માઈક્રોસોફ્ટ, આલ્ફાબેટ, મેટા, એનવીડિયા અને ઓરેકલે એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં કુલ ૬૬૦ અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. પરંતુ એઆઈ વેચવાલીથી આ કંપનીઓને અબજો ડોલરનું નુકસાન થયું છે. એકલી અમેઝોને જ એક જ દિવસમાં ૩૦૦ અબજ ડોલર ગુમાવ્યા હતા. આ મુશ્કેલી ઓછી હોય તેમ જાન્યુઆરીમાં અમેરિકામાં વિક્રમી એક લાખ લોકોની છટણીના સમાચારે શેરબજારમાં આર્થિક મંદી અંગેનો ગભરાટ વધાર્યો છે, જેથી સ્ટોક માર્કેટમાં એઆઈ કંપનીઓમાં વેચવાલી વધુ તિવ્ર બની છે.
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
