તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th February 2026
યુએસમાં બેકારી ભથ્થું મેળવવા માટેની અરજી કરનારાઓની સંખ્યામાં થયો ભરખમ વધારો
ગયા અઠવાડિયાની સંખ્યાએ 22હજારનો વધારો જોવામાં આવ્યો:જોબ માર્કેટની હાલતનો વાસ્તવિક અંદાજ બેકારી ભથ્થું મેળવવા માટે થતી અરજીઓની સંખ્યા પરથી આવે છે

નવી દિલ્હી: યુએસમાં બેકારી ભથ્થું મેળવવા માટે અરજી કરનારાઓની સંખ્યામાં ગયા અઠવાડિયાની સરખામણીમાં ૨૨,૦૦૦નો વધારો નોંધાયો હતો. લેબર વિભાગના આંકડા અનુસાર ૩૧ જાન્યુઆરીએ પુરાં થતાં અઠવાડિયામાં આગલા અઠવાડિયાની સરખામણીમાં ૨૨,૦૦૦ અરજીઓ વધવાને કારણે કુલ ૨,૩૧,૦૦૦ અરજીઓ મળી હતી. જોબ માર્કેટની હાલતનો વાસ્તવિક અંદાજ બેકારી ભથ્થું મેળવવા માટે થતી અરજીઓની સંખ્યા પરથી આવે છે. ગયા અઠવાડિયે જ યુપીએસ, એમેઝોન અને વોશિંગ્ટન પોસ્ટ અખબારમાંથી મોટાપાયે છટણીઓ કરવામોં આવી હતી.
બુધવારે અમેરિકાના અગ્રણી અખબાર ધ વોશિંગ્ટન પોસ્ટમાંથી ત્રીજા ભાગના કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. એમેઝોનના સ્થાપક જેફ બેઝોની માલિકીના આ અખબારમાં કેટલા લોકો કામ કરે છે તેના આંકડાઓ જાહેર ન કરાયા હોઇ કેટલાં લોકોની છટણી થઇ તે જાણી શકાય તેમ નથી. ગયા વર્ષથી ઉદ્યોગો દ્વારા સતત નોકરીઓમાં કાપ મુકવામાં આવી રહ્યા હોવાથી અમેરિકન્સમાં અર્થતંત્ર બાબતે નિરાશા વધી રહી છે.
૨૦૨૫માં અમેરિકન અર્થતંત્રમાં માત્ર ૫,૮૪,૦૦૦ નોકરીઓ વધી હતી. તેની સરખામણીમાં આગલાં વર્ષે ૨૦૨૪માં વીસ લાખ કરતાં વધારે નોકરીઓ ઉમેરાઇ હતી. જે દર મહિને સરેરાશ ૧,૭૦,૦૦૦નોકરીઓનો વધારો સૂચવે છે. ૨૦૨૦માં કોરોના મહામારીમાં જોબ માર્કેટ ખલાસ થઇ ગયું તે પછી ૨૦૨૫માં આ સૌથી ઓછો વાર્ષિક નોકરી વધારો જણાયો છે. ઓક્ટોબરમાં ૭૪ લાખ નોકરીઓ હતી તેની સરખામણીમાં નવેમ્બરના અંતે ૭૧ લાખ નોકરીઓ જ ઉપલબ્ધ હતી.
ગયા વર્ષે લેબર માર્કેટ સુધરે તે માટે ફેડરલ રિઝર્વ દ્વારા સતત ત્રણવાર તેના બેન્ચમાર્ક લેન્ડિંગ રેટમાં પા પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. જો કે , છેલ્લા અઠવાડિયામાં યુએસ સેન્ટ્રલ બેન્કે તેના વ્યાજના દર અર્થતંત્ર સુધરી રહ્યું હોવાના કારણે લેબર માર્કેટ સ્થિર થઇ રહ્યું હોવાના કારણે યથાવત રાખ્યા હતા. લેબર માર્કેટના અહેવાલ અનુસાર છેલ્લા ચાર અઠવાડિયામાં બેકારી ભથ્થું મેળવવાની અરજીઓની સંખ્યામાં સરેરાશ ૬,૦૦૦ અરજીઓનો વધારો થયો હતો. પ્રમુખ ટ્રમ્પના ટેરિફ વધારાનો હાહાકાર અને ૨૦૨૨-૨૩માં મહામારીને કારણે વધેલા ફુગાવાને ઘટાડવા ફેડ દ્વારા વ્યાજના દરો વધારવામાં આવ્યા તેના કારણે અનિશ્ચિતતા વધવાને પગલે નોકરીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
