<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

ગૂગલે તેના ક્રોમ બ્રાઉઝરમાં વધુ એક નવું ફીચર જોડશે

આ નવું ટૂલ એડવાન્સ્ડ જેમિની 3 મોડલની મદદથી કામ કરે છે:આ ટૂલ ઘણાં બધા ટાસ્કને ઓટોમેટ કરવા માટે બનાવવામાં આવ્યું હોવાની માહિતી

નવી દિલ્હી:  ગૂગલએ તેના ક્રોમ બ્રાઉઝરમાં એક નવું ફીચર ‘ઓટો બ્રાઉઝ’ લોન્ચ કર્યું છે. આ નવું ટૂલ એડવાન્સ્ડ જેમિની 3 મોડલની મદદથી કામ કરે છે. આ ટૂલ ઘણાં બધા ટાસ્કને ઓટોમેટ કરવા માટે બનાવવામાં આવ્યું છે. ટ્રાવેલ ખર્ચ શોધવા, અપોઇન્ટમેન્ટ બુક કરવી અને સબ્સ્ક્રિપ્શન મેનેજ કરવા જેવા કામ આ ફીચરની મદદથી કરી શકાશે. હાલમાં આ ફીચર માત્ર અમેરિકામાં AI પ્રો અને અલ્ટ્રા સબ્સ્ક્રાઇબર્સ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. ક્રોમમાં ઓટો બ્રાઉઝ ફીચર યુઝર્સને શોપિંગ, શેડ્યુલિંગ અને ડિજિટલ પેપરવર્ક જેવા રૂટીન કામ સોંપવાની પરવાનગી આપે છે. ગૂગલએ જણાવ્યું છે કે આ ટૂલ ખાસ કરીને વેકેશન પ્લાનિંગ માટે ઉપયોગી થઈ શકે છે, કારણ કે તે કેટલીક કંટાળાજનક પ્રક્રિયાઓ સંભાળી શકે છે. આ ટૂલને જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યું ત્યારે તેનો વિવિધ કામ માટે ઉપયોગ કર્યો હતો જેમ કે અપોઇન્ટમેન્ટ શેડ્યુલ કરવી, લાંબા ઑનલાઇન ફોર્મ્સ ભરવા, ટેક્સ ડોક્યુમેન્ટ્સ એકત્રિત કરવી, પ્લમ્બર્સ અને ઇલેક્ટ્રિશિયન પાસેથી ક્વોટ્સ મેળવવા માટે.

ઓટો બ્રાઉઝ ફીચર મલ્ટીમોડલ ક્ષમતાઓ સાથે આવે છે. એનો અર્થ એ છે કે તે ફોટામાં રહેલી વસ્તુઓ ઓળખી શકે છે, સમાન વસ્તુઓ શોધી શકે છે, વસ્તુઓને કાર્ટમાં ઉમેરવા, ડિસ્કાઉન્ટ કોડ લાગુ કરવા અને તમારા બજેટમાં રહેવા મદદ કરી શકે છે. યુઝર્સની પરવાનગી સાથે આ ટૂલ ગૂગલ પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરીને વેબસાઇટ્સમાં સુરક્ષિત રીતે સાઇન ઇન કરી શકે છે અને ઓથેન્ટિકેશન જરૂરી હોય તેવા કામ પૂર્ણ કરી શકે છે.

આ ફીચર હાલમાં અમેરિકામાં કાર્યરત છે. ઓટો બ્રાઉઝનો ઉપયોગ કરવા માટે 18 વર્ષ કે તેથી વધુની ઉંમર હોવી જોઈએ. આ માટે ક્રોમનું નવું વર્ઝન ઇન્સ્ટોલ કરેલું હોવું જોઈએ અને ગૂગલ AI પ્રો અથવા અલ્ટ્રા સબ્સ્ક્રિપ્શન હોવું જોઈએ. યુઝરે ક્રોમમાં જેમિની માટે opt-in કરવું પડશે અને પર્સનલ ગૂગલ એકાઉન્ટથી સાઇન ઇન કરવું પડશે. આ ફીચર ઇનકોગ્નિટો મોડમાં અથવા વર્ક અને સ્કૂલ એકાઉન્ટ સાથે કામ નહીં કરે.

 

(6:24 PM IST)