તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
એક મિનિટમાં જ ૮૯ વાર પેટના મસલ્સને ફેરવવાનો વર્લ્ડ રેકોર્ડ

મિલાન તા.૫: પેટના મસલ્સને તમે ઇચ્છો એ મુજબ ફેરવી શકો એવી યૌગિક પદ્ધતિઓ ભારતીય પૌરાણિક શાષોમાં છે. જોકે પヘમિના દેશો એને એક શારીરિક સ્કિલ તરીકે વિકસાવી રહ્યા છે. ખાસ કરીને બેલી ડાન્સરો એનો ઉપયોગ કરે છે. તાજેતરમાં ઇટલીના મિલાનમાં એક શો દરમ્યાન નતાશા કોરોકિના નામની યુવતીએ પેટના સ્નાયુઓને સમુદ્રનાં મોજાંની જેમ ઉપર-નીચે ફેરવવાનું કરતબ કરવાનો વિશ્વવિક્રમ બનાવ્યો હતો. નતાશા મૂળ યુક્રેનની છે અને તે અવ્વલ દરજ્જાની બેલી ડાન્સર છે. ઇટલીના રેકોર્ડ શોમાં નતાશાએ એક મિનિટમાં ૮૯ વાર મસલ્સ ફેરવીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
