તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
પતિના મૃત્યુનો આઘાત એટલો કે પત્નીએ ૮ મહિનાથી પતિની કબરને જ ઘર બનાવી લીધું

ન્યુયોર્ક, તા.૩: અમેરિકામાં એક મહિલા છેલ્લા આઠ મહિનાથી કબ્રસ્તાનમાં જ ઘર બનાવીને રહેતી હતી. વાત એમ છે કે તેના પતિનું મળત્યુ થયું એ પછી તેને એટલો આઘાત લાગ્યો છે કે તે પતિની કબર પાસેથી ખસવા તૈયાર નથી. પંચાવન વર્ષની રિયા હોમ્સ નામની આ મહિલા ન્યુ યૉર્કના સિરેકયુઝ શહેરમાં એક કબ્રસ્તાનમાં જ રહેતી હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. પતિ ગયા પછી તે એટલી ડિપ્રેશનમાં સરી પડી કે તેનું કામમાં ધ્યાન ન રહેતું હોવાથી તેની નોકરી છૂટી ગઈ. તે આખો દિવસ પતિની કબર પાસે જ બેસી રહેતી હતી. જોકે નોકરી ન હોવાથી થોડા જ સમયમાં ઘરનું ભાડું ભરી શકાય એટલા રૂપિયા પણ ન રહેતાં તેણે ઘર ખાલી કરી દેવું પડ્યું. એ પછી તો તેની પાસે ઘરનું છાપરું ન રહેતાં રિયા રાતે પણ કબ્રસ્તાનમાં જ રહેવા લાગી. જ્યારે પોલીસને જાણ થઈ કે એક મહિલા દિવસ-રાત કબ્રસ્તાનમાં જ રહે છે ત્યારે પહેલાં તો તેની ધરપકડ કરી લીધી. જોકે માનસિક રીતે ભાંગી પડેલી આ મહિલાને જોઈને પોલીસે મહિલા સંસ્થાઓની મદદથી ફન્ડ એકત્ર કર્યું અને તેને રહેવા માટે ઘર અપાવીને મેન્ટલ રીહૅબિલિટેશનનું કામ કર્યું છે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
