<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

બલુચિસ્તાનમાં પરિસ્થિતિ બની બેકાબુ

બીએલએએ ઓપરેશન હેરૉફ 2.0ની ઘોષણા કરી દીધી:સમગ્ર પ્રાંત બન્યો યુદ્ધ ભૂમિ:છેલ્લા પાંચ કલાકમાં બલુચિસ્તાનનાં ૧૪ મોટાં શહેરોમાં ભીષણ હુમલા, ગોળીબારી, વિસ્ફોટ વચ્ચે પોલીસ મથકો સહિતના મહત્વા સ્થળો પર કબ્જા જમાવવાની ઘટનાઓએ તે સમગ્ર પ્રાંતમાં ગૃહ-યુદ્ધની સ્થિતિ ઉભી કરી દીધી

નવી દિલ્હી: પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં પરિસ્થિતિ હવે કાબુ બહાર જઇ રહી છે. બલુચ લિબરેશન આર્મી (બીએલએ)એ 'ઓપરેશન હેરોફ ૨.૦'ની ઘોષણા કરી દીધી છે. સમગ્ર પ્રાંત જ હવે યુદ્ધ ભૂમિ બની ગયો છે. છેલ્લા પાંચ કલાકમાં બલુચિસ્તાનનાં ૧૪ મોટાં શહેરોમાં ભીષણ હુમલા, ગોળીબારી, વિસ્ફોટ વચ્ચે પોલીસ મથકો સહિતના મહત્વા સ્થળો પર કબ્જા જમાવવાની ઘટનાઓએ તે સમગ્ર પ્રાંતમાં ગૃહ-યુદ્ધની સ્થિતિ ઉભી કરી દીધી છે. સૌથી વધુ અસર તો પ્રાંતીય મુખ્ય-મથક ક્વેટામાં થઈ છે. શહેરમાં સતત ગોળીબારી અને બોમ્બ વિસ્ફોટો થઇ રહ્યા છે.  આ હુમલામાં પાક.ના ૮૫થી વધુ સૈનિકો મર્યાનો બીએલએનો દાવો છે.

બળવાખોરોએ સરિયાલ ન્યૂ પોલીસ સ્ટેશન અને ઇસ્ટર્ન બાયપાસ પોલીસ સ્ટેશન ઉપર કબ્જો કરી દીધો છે આ પછી બલુચિસ્તાનની તમામ હોસ્પિટલોમાં 'કટોકટી' (ઇમર્જન્સી) જાહેર કરી દેવામાં આવી છે.

 એગ્રીકલ્ચર કોલોની સ્થિત સૈન્ય શિબિર પાસે ભારે સંઘર્ષ ચાલી રહ્યો છે. પાકિસ્તાની સેનાના હેલિકોપ્ટર્સ સતત ચકરાવા લઈ રહ્યા છે. 

કેટલાક વિસ્તારોમાં પાકિસ્તાની સૈનિકો પોસ્ટ છોડીને ભાગતા જોવા મળ્યા છે.  

નરસીહાબાદ અને નુશ્કીમાં તો સ્થિતિ ઘણી વધુ ગંભીર બની છે. નરસીહાબાદ શહેર ઉપર બી.એલ.એ. એ કબ્જો કરી લીધો છે તેમ કહેવાય છે કે ત્યાં આઇ.એસ.આઇ.ના મુખ્ય મથક અને સેનાના કેમ્પ ઉપર ભારે ગોળીબારી થઈ રહી છે. 

નુશ્કીમાં બળવાખોરોએ સીટીડીના આઠ કર્મચારીઓને મારી નાખ્યા હતા અને સેન્ટ્રલ જેલ ઉપર હુમલો કરી કેદીઓને મુક્ત કરી દીધા હતા.

(6:32 PM IST)