તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th January 2026
૧૦૧ માળના બિલ્ડિંગ પર ૯૦ મિનિટમાં ચડી ગયો
રિયલ સ્પાઇડરમેન

તાઇવાન,તા.૨૭: અમેરિકાના ફેમસ ફ્રીસ્ટાઇલ રોક ક્લાઇમ્બર ઍલેક્સ હોનોલ્ડે તાજેતરમાં તાઇવાનના જાણીતા તાઇપેઇ ૧૦૧ બિલ્ડિંગ પર ચડી જવાનું કારનામું કર્યું હતું. એ પણ કોઈ રસ્સી કે સેફટીના સાધનોની મદદ વિના. આ બિલ્ડિંગ લગભગ ૫૦૮ મીટર ઊંચું છે. કાચના બનેલા આ હાઇરાઇઝ બિલ્ડિંગ પર ચડવા માટે ઍલેક્સે પોતાના હાથ અને પગ સિવાય બીજી કોઈ બહારની ચીજનો ઉપયોગ કર્યો નહોતો. ફ્રી સોલો ચડાઈ કરવા માટે જાણીતા ઍલેક્સના આ કારનામાને નેટફિલક્સ પર લાઇવસ્ટ્રીમ કરવામાં આવ્યું હતું. ૧૦૧ માળ ચડવા માટે તેને ૯૦ મિનિટનો સમય લાગ્યો હતો. વચ્ચે-વચ્ચે તે આરામથી બિલ્ડિંગનાં વચલાં છજાંઓ પર બેસીને આરામ પણ કરી લેતો હતો. બિલ્ડિંગના મિનારા પર ચડી ગયા પછી તેને નીચેનો માહોલ કેવો લાગ્યો? ઍલેક્સને એવું જ્યારે પૂછવામાં આવ્યું તો તેણે બે જ શબ્દ કહ્યા હતા, ‘અદ્વુત અને અવિશ્વનસીય'.તાઇવાનના સૌથી ઊંચા બિલ્ડિંગ તાઇપેઇ ૧૦૧ પર કોઈ દોરડા વિના પહેલી વાર ચડ્યું હતું.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
