તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th January 2026
સાઉદી અરબના સૌથી વૃદ્ધ વ્યક્તિનું 142 વર્ષની વયે થયું નિધન
રાજધાની રિયાધમાં લીધા અંતિમ શ્વાસ:110 વર્ષે લગ્ન કરી બન્યા હતા ફરીથી પિતા:તેમના લાંબા જીવનકાળ દરમ્યાન કુલ 40 વખત કરી હજયાત્રા પૂર્ણ

નવી દિલ્હી: સાઉદી અરબમાં પોતાને દેશનો સૌથી વધુ ઉંમરવાળા વ્યક્તિ ગણાવનાર નાસિર રદાન અલ રાશિદ અલ વદાઈનું નિધન થયું છે. સ્થાનિક ન્યૂઝ મુજબ 8 જાન્યુઆરીએ રાજધાની રિયાધમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના જનાજાની નમાઝ ધાહરાન અલ જનૂબમાં અદા કરવામાં આવી, જેમાં 7 હજારથી વધુ લોકો સામેલ થયા હતા. તે બાદ તેમણે તેમના પૈતૃક ગામ અલ રાશિદમાં દફન કરવામાં આવ્યા. દાવો છે કે અલ વદાઈ તેમની પાછળ 134 બાળકો અને પૌત્ર-પૌત્રીઓને છોડતા ગયા. સાઉદી મીડિયા અનુસાર, નાસિર રદાન અલ રાશિદ અલ વદાઈનો જન્મ 1884માં થયો હતો, આ એ જ વર્ષ છે જ્યારે અમેરિકામાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીનું નિર્માણ શરૂ થયું હતું. ત્યારે સાઉદી અરબનું એકીકરણ પણ થયું ન હતું, પરિવાર મુજબ, અલ વદાઈએ દેશના સંસ્થાપક કિંગ અબ્દુલ અઝીઝથી લઈને હાલના શાસક કિંગ સલમાન સુધીનું રાજ જોયું છે. તેમણે ઘણા રાજાઓ, પેઢીઓ અને ઐતિહાસિક બદલાવોને પોતાની નજરે નિહાળ્યા છે.
અલ વદાઈની જિંદગીને અનેક વસ્તુઓ ખાસ બનાવે છે. તેમાંથી એક છે 110 વર્ષ લગ્ન, પરિવારના દાવા મુજબ તેમણે છેલ્લા 110 વર્ષ લગ્ન કર્યા હતા, એક દીકરીનો પણ જન્મ થયો હતો. ધાર્મિક આસ્થાના મામલે પણ તે વધારે સમર્પિત હતા. તેમણે લાંબા જીવનકાળ દરમિયાન કુલ 40 વખત હજ યાત્રા પૂર્ણ કરી હતી. જો કે, તેમની ઉંમરને લઈને વિશેષજ્ઞો સવાલ ઊભા કરી રહ્યા છે. બ્રિટનના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું 142 વર્ષ જીવવું અસંભવ જેવું લાગે છે. તેમના પ્રમાણે 100 વર્ષની ઉંમર પછી જીવવું એ દરેક વર્ષ બાદ સિક્કો ઉછાળવા જેવું છે. એટલે કે સંભાવના ઘણી ઓછી થઈ જાય છે. 142 વર્ષનું આયુષ્ય એટલે 100 પછી 40 વાર સિક્કો ઉછાળીએ એટલે એક જ તરફ પડે તેવું છે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
