<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

૨૨ વર્ષની યુવતીનું ૬૦ વર્ષના દાદા પર આવ્‍યું દિલ : કરી લીધા લગ્ન

લોકોએ કહ્યું ‘પ્રેમ નહીં પૈસો'....કોઈએ તેને ગોલ્‍ડ ડિગર કહી તો કોઈએ તેને પૈસાની લાલચુ ગણાવી

લંડન, તા.૧૩: સોશિયલ મીડિયાની દુનિયા જેટલી ગ્‍લેમરસ દેખાય છે, તેનાથી વધુ તે કયારેક ક્રૂર પણ બની જાય છે. હાલમાં ઇટાલીની જાણીતી ઇન્‍ફ્‌લુએન્‍સર અને મોડલ મિનિયા પાગની પોતાની અંગત જિંદગી અને વૈભવી જીવનશૈલીને કારણે ચર્ચામાં છે. મિનિયા તેના લક્‍ઝરી શોખ અને તેના જીવનસાથી તરફથી મળતી મોંઘી ભેટોને કારણે ઇન્‍ટરનેટ પર ટ્રોલ્‍સના નિશાના પર આવી છે. ઘણા યુઝર્સ તેને ‘ગોલ્‍ડ ડિગર' (પૈસા પાછળ પાગલસ્ત્રી) કહીને બોલાવી રહ્યા છે, જેના કારણે એક મોટી ચર્ચા છેડાઈ છે.

ઇટાલીની જાણીતી ઇન્‍ફ્‌લુએન્‍સર અને મોડલ મિનિયા પાગની પોતાની અંગત જિંદગી અને વૈભવી જીવનશૈલીને કારણે ચર્ચામાં છે. મિનિયા તેના લક્‍ઝરી શોખ અને તેના જીવનસાથી તરફથી મળતી મોંઘી ભેટોને કારણે ઇન્‍ટરનેટ પર ટ્રોલ્‍સના નિશાના પર આવી છે. ઘણા યુઝર્સ તેને ‘ગોલ્‍ડ ડિગર' કહીને બોલાવી રહ્યા છે, જેના કારણે એક મોટી ચર્ચા છેડાઈ છે. સામાન્‍ય રીતે ગોલ્‍ડ ડિગર શબ્‍દ એવા લોકો માટે વપરાય છે જેઓ પોતાનાથી ઘણી મોટી ઉંમરના વ્‍યક્‍તિ સાથે પ્રેમનો ડોળ કરે છે અને માત્ર તેમની સંપત્તિ માટે જ લગ્ન કરે છે. આ દરમિયાન ઇટાલીની એક ઇન્‍ફ્‌લુએન્‍સર, જેની ઉંમર અંદાજે ૨૨ વર્ષ છે, તેને હાલમાં જ ૬૦ વર્ષના વ્‍યક્‍તિ સાથે લગ્ન કર્યા છે, ત્‍યારબાદ તેણે ઇન્‍સ્‍ટાગ્રામ પર ફોટા પોસ્‍ટ કર્યા, જે ઇન્‍ટરનેટ પર જોરદાર વાયરલ થયા હતા. મિનિયાની પોસ્‍ટ જોઈ યુઝર્સ તેને ભારે ટ્રોલ કરી રહ્યા છે.

મિનિયા પાગનીના જણાવ્‍યા અનુસાર, ૬૦ વર્ષીય માસ્‍સિમો સાથે તેની મુલાકાત લગભગ પાંચ વર્ષ પહેલાં થઈ હતી, જ્‍યારે માસ્‍સિમો તેના હાઈસ્‍કૂલના ટીચર હતા. મિનિયા કહે છે કે, તે સમયે તેને તેના ટીચર પર માત્ર ‘ક્રશ' હતો. પરંતુ અભ્‍યાસ પૂરો થયાના બે વર્ષ પછી મિનિયા ફરી તેના ટીચરને મળી, જ્‍યાંથી તેમની મિત્રતા શરૂ થઈ અને, ધીમે-ધીમે આ સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો હતો. થોડા સમય પછી આ બંનેએ લગ્ન કરી લીધા હતા. મિનિયા પાગનીની પોસ્‍ટ પર લોકોએ ઘણી બધી કોમેન્‍ટ્‍સ કરી છે. કોઈએ તેને ગોલ્‍ડ ડિગર કહી તો કોઈએ તેને પૈસાની લાલચુ ગણાવી હતી. જોકે, કેટલાક એવા પણ લોકો હતા જેઓ તેમના માટે પ્રેમભર્યા સંદેશાઓ લખતા જોવા મળ્‍યા હતા, અને તેમના નિર્ણયને સાચો ઠેરવ્‍યો હતો.

મિનિયાએ ટ્રોલ્‍સને આપ્‍યો યોગ્‍ય જવાબઃ આ આખા મામલે હવે મિનિયા પાગનીએ પોતાનું મૌન તોડ્‍યું છે. ટ્રોલ્‍સને વળતો જવાબ આપતા તેણે કહ્યું હતું કે, તેમનો સંબંધ પરસ્‍પર સમજણ અને પ્રેમ પર આધારિત છે, નહીં કે પૈસાની લાલચમાં આવીને. મિનિયાનું કહેવું છે કે, ઉંમરનો તફાવત કોઈપણ સંબંધની સચ્‍ચાઈ નક્કી કરતો નથી, અને સોશિયલ મીડિયા પર સત્‍ય જાણ્‍યા વગર કોઈને જજ કરવું ખોટું છે. તેણે વધુમાં જણાવ્‍યું કે, તે પોતાની જિંદગી પોતાની રીતે જીવી રહી છે, અને નેગેટિવ કોમેન્‍ટ્‍સથી તેને કોઈ ફરક પડતો નથી. હાલમાં આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્‍યો છે, લોકો સતત તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

(4:03 PM IST)