<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

ટચ સ્‍ક્રીનના જમાનામાં આવી રહ્યો છે કીપેડ સાથેનો સ્‍માર્ટફોન

અત્‍યારે કંપની ફોનના પ્રી-ઓર્ડર લઈ રહી છે જે ૩૬,૦૦૦ રૂપિયાનો છે અને આવનારા સમયમાં ભાવમાં ધરખમ વધારો થવાની શક્‍યતા છે

લાસ વેગસ તા.૮: સ્‍માર્ટફોનની એક્‍સેસરીઝ બનાવતી કંપની ક્‍લિક્‍સે હમણાં માર્કેટમાં ચર્ચા જગાવી છે એક મોબાઇલ ફોન લોન્‍ચ કરીને. ખાસ કરીને એક જમાનામાં લોકપ્રિય બનેલા બ્‍લેકબેરી ફોનના શોખીનો માટે ક્‍લિક્‍સ કંપની સારા સમાચાર લઈને આવી છે. ક્‍લિક્‍સ કમ્‍યુનિકેટર નામનો પોતાનો પહેલવહેલો ફોન આ કંપનીએ લાસ વેગસના ઇલેક્‍ટ્રોનિક્‍સ શોમાં લોન્‍ચ કર્યો છે. એન્‍ડ્રોઇડ હોવા છતાં આ કંપનીએ ફોનમાં ફિઝિકલ કીબોર્ડ આપ્‍યું છે. સ્‍માર્ટફોનમાં હોય છે એ બધાં જ ફીચર્સ અને એપ્‍સને આ ફોનમાં પણ વાપરી શકાય એવી વિશિષ્ટ ડિઝાઇન સાથે એ ડિઝાઇન કરવામાં આવ્‍યો છે.

આજના ટચસ્‍ક્રીન યુગમાં સ્‍ક્રીન-ફોનના રિપ્‍લેસમેન્‍ટ તરીકે નહીં પણ સેકન્‍ડ યુટિલિટી ફોન તરીકે આ ફોનને માર્કેટમાં ઉતારવામાં આવી રહ્યો છે. કંપનીનો દાવો છે કે આ ફોન તમારો વધારાનો વખત નહીં ખાય અને કાર્યક્ષમતામાં વધારો કરશે. અત્‍યારે કંપની ફોનના પ્રી-ઓર્ડર લઈ રહી છે જે ૩૬,૦૦૦ રૂપિયાનો છે અને આવનારા સમયમાં ભાવમાં ધરખમ વધારો થવાની શક્‍યતા છે.

૫૦ મેગાપિક્‍સલ કેમેરા ધરાવતા આ ફોનનું બેસ્‍ટ ફીચર એ છે કે જ્‍યારે મહત્ત્વની વ્‍યક્‍તિઓના મેસેજ આવશે કે મહત્ત્વની એપ્‍સમાં નોટિફિકેશન આવશે ત્‍યારે LED લાઇટ લબઝબ થશે. દરેક વ્‍યક્‍તિ કે એપ માટે જુદા-જુદા કલરની લાઇટ પણ તમે સિલેક્‍ટ કરી શકશો.

(10:50 AM IST)