તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th January 2026
૩૦ વર્ષ એકધારૂ કામ કર્યુ તો દેડકાની જેમ ફૂલી ગયા ગાલ!
કાચ બનાવતા એક કારીગરના ગાલ દેડકાની જેમ ફુલાઈ ગયા કામ પીગળેલા કાચમાં લોખંડની પાઇપ વડે જોરથી હવા ફૂંકીને તેને યોગ્ય આકાર આપવાનું હતુ

બીજીંગ, તા.૫ઃ દુનિયામાં લોકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખૂબ જ મહેનત કરે છે, તેનું જીવંત ઉદાહરણ ચીનથી સામે આવ્યું છે. ચીનમાં રહેતા ઍક ૪૮ વર્ષીય શખ્સનો ચહેરો અત્યારે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વ્યક્તિના ગાલ કોઈ સામાન્ય માણસ જેવા નહીં, પરંતુ ફૂલેલા દેડકા જેવા દેખાય છે. લોકો તેને પ્રેમથી ‘ફ્રોગ પ્રિન્સ’ અથવા ‘બિગ માઉથ બ્રધર’ કહીને બોલાવે છે. પરંતુ આ વિચિત્ર દેખાવ પાછળની વાસ્તવિકતા કોઈ ચમત્કાર નહીં, પણ ૩૦ વર્ષની કાળી મજૂરી અને સંઘર્ષની કહાની છે. ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં કાચ બનાવતી ફેક્ટરીમાં કામ કરતા ઝાંગ નામના આ વ્યક્તિની કહાની હૃદયસ્પર્શી છે. ઝાંગ છેલ્લા ૩૦ વર્ષથી ‘ગ્લાસબ્લોઅર’ (કાચ ફૂંકનાર) તરીકે કામ કરી રહ્ના છે. તેમનું કામ પીગળેલા કાચમાં લોખંડની પાઇપ વડે જોરથી હવા ફૂંકીને તેને યોગ્ય આકાર આપવાનું છે. સતત ત્રણ દાયકા સુધી દરરોજ કલાકો સુધી જોરથી ગાલ ફુલાવીને હવા ફૂંકવાના કારણે તેમના ચહેરાના સ્નાયુઓ કાયમ માટે ખેંચાઈ ગયા છે, અને ઢીલા પડી ગયા છે. ઝાંગ જ્યારે સામાન્ય રીતે બેઠા હોય ત્યારે પણ તેમના ગાલ બહારની તરફ લટકેલા દેખાય છે, અને જ્યારે તે હવા ફૂંકે છે ત્યારે તેમનો ચહેરો બિલકુલ દેડકા જેવો ભયાનક રીતે ફૂલી જાય છે. તેમણે પોતે સ્વીકાર્યું છે કે, આ કામને કારણે તેમના ચહેરાના સ્નાયુઓને ગંભીર નુકસાન થયું છે. જ્યારે ઝાંગે આ કામ શરૂ કર્યું હતું ત્યારે તેમનો ચહેરો સામાન્ય હતો, પરંતુ વર્ષોની મહેનતે તેમને આ વિચિત્ર દેખાવ આપ્યો છે. ફેક્ટરીમાં ગરમી ઍટલી હોય છે કે, તેઓ મોટે ભાગે કપડાં વગર જ કામ કરે છે. સોશિયલ મીડિયા પર જ્યારે તેમનો વીડિયો વાયરલ થયો, ત્યારે કેટલાક લોકોઍ તેમની મજાક ઉડાવી હતી. પરંતુ મોટાભાગના નેટીઝન્સ તેમના કામ પ્રત્યેના સમર્પણને જોઈને ભાવુક થઈ ગયા હતા. ઝાંગની કામ પ્રત્યેની મહેનત સાંભળીને લોકો વિવિધ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. ઍક યુઝરે લખ્યું હતું કે, આ હસવાની વાત નથી, આ ઍક વ્યક્તિના પોતાના પરિવાર માટેના ત્યાગની નિશાની છે. બીજા ઍક યુઝરે કહ્નાં કે, તેમનો ચહેરો તેમની મહેનતનો પુરાવો છે, તે ખરેખર પ્રશંસાને પાત્ર છે.ઁ સાથે જ ઘણા લોકો તેમની કામ કરવાની રીતના વખાણ કરી રહ્ના છે. તમને જણાવી દઈઍ કે, ચીનમાં કાચ ફૂંકવાની કળા ૧૦૦૦ વર્ષ જૂની છે. ભલે આજે મશીનો આવી ગયા હોય, પણ હાથથી બનાવેલી કાચની વસ્તુઓની માંગ હજુ પણ છે. ઍક મશીન મિનિટમાં ૪૫ કપ બનાવી શકે છે, જ્યારે ઝાંગ જેવા કારીગરો માંડ ૬ કપ બનાવી શકે છે. છતાં પણ આ પરંપરાગત કળાને જીવંત રાખવા અને આજીવિકા મેળવવા ઝાંગે પોતાના સ્વાસ્થ્ય અને દેખાવનું બલિદાન આપ્યું છે.(૨૩.૨૦)
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
