News of Monday, 29th December 2025
સ્ટેજ પર વરરાજાને કિસ કરવા ગઈ ‘એક્સ ગર્લફ્રેન્ડ': લગ્ન મંડપમાં હંગામો!
પતિ સાથેની આ હરકત જોઈને દુલ્હને પિત્તો ગુમાવ્યો એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર મહિલા પર તૂટી પડી

જાકાર્તા,તા.૨૯: સોશિયલ મીડિયા પર હાલમાં ઇન્ડોનેશિયાના એક લગ્નનો ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ફોટો સેશન દરમિયાન વરરાજાની પૂર્વ પ્રેમિકાઅચાનક સ્ટેજ પર પહોંચી જાય છે. આ યુવતીએ સન્માન દર્શાવવાના બહાને વરરાજાનો હાથ પકડીને તેને ચૂમવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની નજર સામે પતિ સાથેની આ હરકત જોઈને દુલ્હને પિત્તો ગુમાવ્યો હતો અને એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર મહિલા પર તૂટી પડી હતી.
સોશિયલ મીડિયા પર ઇન્ડોનેશિયાના એક લગ્નનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેણે લાખો લોકોને આヘર્યચકિત કરી દીધા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ફોટો સેશન દરમિયાન વરરાજાની એક્સ-ગર્લફ્રેન્ડ સ્ટેજ પર પહોંચી અને સન્માન દર્શાવવાના બહાને તેનો હાથ ચૂમવાનો પ્રયાસ કર્યો. પરંતુ દુલ્હન આ સહન ન કરી શકી, અને તરત જ ગુસ્સામાં આવીને પેલી મહિલાના વાળ ખેંચી લીધા હતા.
આ આખું દ્રશ્ય કેમેરામાં કેદ થઈ ગયું હતું, અને હવે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વર અને કન્યા પરંપરાગત ઇન્ડોનેશિયન પોશાકમાં ફૂલોથી સજાવેલા સ્ટેજ પર ઊભા છે. મહેમાનો તેમની સાથે ફોટો પડાવી રહ્યા હતા, ત્યારે જ કેઝ્યુઅલ કપડામાં એક મહિલા સ્ટેજ પર ચઢે છે, આ યુવતી વરરાજાની જૂની પ્રેમિકા હોવાનું કહેવાય છે. સ્ટેજ પર પહોંચીને તેણે વરરાજાનો હાથ પકડ્યો અને તેને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ જોઈને ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ઇન્ડોનેશિયન મુસ્લિમ સંસ્કૃતિમાં હાથ ચૂમવો એ વડીલો અથવા આદરણીય વ્યક્તિઓ પ્રત્યે સન્માનનું પ્રતીક છે, પરંતુ અહીં આ કૃત્ય 'એક્સ-ગર્લફ્રેન્ડ' દ્વારા કરવામાં આવ્યું હતું, જે દુલ્હનને જરાય પસંદ ન આવ્યું. તેની પ્રતિક્રિયાનો વીડિયો વાયરલ થઈ ગયો છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ યુવતીનું એક સમયે વરરાજા સાથે અફેર હતું. પોતાના થનારા પતિ સાથે અન્ય યુવતીને આવી હરકત કરતા જોઈ દુલ્હનનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. જેવો 'એક્સ' ગર્લફ્રેન્ડે તેના પૂર્વ પ્રેમીનો હાથ પકડીને ચૂમવાનો પ્રયાસ કર્યો, દુલ્હને એક સેકન્ડનો પણ સમય બગાડ્યો નહીં. તેણે તરત જ તે મહિલાનો હાથ અને ખભો પકડ્યો, તેના વાળ ખેંચ્યા અને જોરથી ખેંચીને તેને સ્ટેજ પરથી દૂર કરી દીધી હતી. આ અજબ-ગજબ ઘટનાએ લગ્નની મજા બગાડી નાખી હતી પરંતુ તે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકોએ દુલ્હનની સ્પીડ અને તેના નિર્ણય લેવાની ક્ષમતાના વખાણ કર્યા છે અને તેને 'લેજન્ડરી' ગણાવી છે. જોકે, કેટલાક યુઝર્સે વીડિયો પર સવાલો પણ ઉઠાવ્યા છે. તેઓ પૂછી રહ્યા છે કે, વરરાજાએ પોતે તે યુવતીને કેમ ન રોકી? અથવા તો 'એક્સ' ગર્લફ્રેન્ડને લગ્નમાં આમંત્રણ જ કેમ આપવામાં આવ્યું? ઇન્ડોનેશિયન પરંપરામાં હાથ ચૂમવો એ સન્માનનો ભાગ છે, પરંતુ એક્સ-ગર્લફ્રેન્ડે આવું કરવું ખૂબ જ સંવેદનશીલ બાબત હોઈ શકે છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
