<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

શરમજનક ઘટનાઃ નાના ભાઈથી પ્રેગ્નેન્‍ટ થઈ મોટી બહેન, પાપ છુપાવવા માટે બાળકને ઘરની પાછળ ફેંકી દીધું

એક લાવારિસ બાળકની શોધે પરિવારની અંદર છુપાયેલા એક ગંદા રહસ્‍યનો પર્દાફાશ કર્યો : એક ૧૬ વર્ષની છોકરીએ પોતાના ૧૪ વર્ષના નાના ભાઈ સાથે આડા સંબંધ બનાવી લીધા અને પ્રેગ્નેન્‍ટ થઈ ગઈ

બસુત (મલેશિયા) તા.૧૮: આપણા સમાજમાં સંબંધોની મર્યાદા સૌથી ઉપર માનવામાં આવે છે. પછી તે સંબંધ કાકા-ભત્રીજીનો હોય, પિતા-દીકરીનો હોય કે ભાઈ-બહેનનો. પણ ક્‍યારેક ક્‍યારેક એવી ઘટનાઓ સામે આવે છે, જે શરમથી માથું ઝુકાવી દે. મલેશિયાના તેરેન્‍ગાનૂ પ્રાંતના બસુત વિસ્‍તારમાંથી આવી જ એક ઘટના સામે આવી છે, જ્‍યાં એક લાવારિસ બાળકની શોધે પરિવારની અંદર છુપાયેલા એક ગંદા રહસ્‍યનો પર્દાફાશ કર્યો છે. અહીં રહેતી એક ૧૬ વર્ષની છોકરીએ પોતાના ૧૪ વર્ષના નાના ભાઈ સાથે આડા સંબંધ બનાવી લીધા અને પ્રેગ્નેન્‍ટ થઈ ગઈ. તેણે બાળકને જન્‍મ પણ આપી દીધો અને પછી ઘરની પાછળ નવજાત બાળક ફેંકી દીધું. આ ઘટનાએ ન ફક્‍ત સ્‍થાનિક લોકોને ચોંકાવી દીધા, પણ સોશિયલ મીડિયા પર પણ વિવાદ ઊભો કરી દીધો કે નાની ઉંમરમાં બાળકમાં નૈતિકતા અને કાયદાની સમજ કેટલી જરુરી છે.

મલેશિયામાં બસુત જિલ્‍લાના પોલીસ પ્રમુખ મોહમ્‍મદ સાની મોહમ્‍મદ સાલેહે જણાવ્‍યું કે એક સ્‍થાનિક નિવાસીને ઘરની પાછળ એક નવજાત બાળક લાવારિસ હાલતમાં મળી આવ્‍યું. બાળક મળવાના સમાચાર મળતા હડકંપ મચી ગયો હતો. તેથી આ ઘટના આગની માફક ફેલાઈ ગઈ અને તરત સારવાર માટે બસુત હોસ્‍પિટલમાં પહોંચી ગયા. જ્‍યારે પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી તો જે સત્‍ય સામે આવ્‍યું તે સૌ કોઈના હોશ ઉડાવી દીધા. પોલીસે તપાસમાં જાણ્‍યું કે બાળક એક ૧૬ વર્ષની છોકરી અને ૧૪ વર્ષના સગા ભાઈની વચ્‍ચેના આડા સંબંધોનું પરિણામ હતું. પોલીસના જણાવ્‍યા અનુસાર, સગીર બહેને બાળકને જન્‍મ આપ્‍યા બાદ લોકલાજના ડરથી તેને ચૂપચાપ ઘરની પાછળ ફેંકી દીધું. પોલીસે તાત્‍કાલિક કાર્યવાહી કરતા ૧૪ વર્ષના બાળકની ધરપકડ કરી અને તેને કોર્ટની મંજૂરી બાદ એક અઠવાડિયાના રિમાન્‍ડ પર મોકલી દીધો.

પોલીસનું કહેવું છે કે તેમણે છોકરા સાથે પૂછપરછ કરી, જેથી આ મામલાની સચ્‍ચાઈ સુધી પહોંચી શકાય. પોલીસ અધિકારીએ આ કૃત્‍યને અમાનવીય ગણાવ્‍યું અને કહ્યું કે આ ન ફક્‍ત કાયદાનું ઉલ્‍લંઘન છે, પણ એક બાળકના જીવવાના અધિકારનું પણ હનન છે. આ મામલામાં પોલીસે બે અલગ અલગ ધારા અંતર્ગત તપાસ હાથ ધરી છે. પહેલી ધારા ૩૧૭ (બાળકને લાવારિસ છોડી દેવું) છે, જેમાં ૭ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. બીજી અને સૌથી ગંભીર ધારા ૩૭૬બી (સગા સંબંધોમાં આડા સંબંધ) અંતર્ગત કાર્યવાહી થઈ રહી છે, જેમાં દોષિત જણાતા ૬થી ૨૦ વર્ષ સુધીની જેલ અને કોરડા મારવાની આકરી સજાની જોગવાઈ છે. પોલીસે જનતાને અપીલ કરી છે કે તે મામલા વિશે ખોટી અફવા ન ફેલાવે, જેથી કાયદાકીય તપાસમાં કોઈ અડચણ ન આવે.

(10:03 AM IST)