તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th December 2025
બ્રિટેનમાં ૯૦ લાખ મુસ્લિમોની નાગરિકતા જોખમમાં!
ભારત ૯ લાખ વધુ લોકો થશે અસર

લંડન,તા.૧૭: બ્રિટનમાં લાખો મુસ્લિમ નાગરિકો માટે એક ગંભીર ચિતા ઊભી થઈ છે, જ્યાં દેશમાં અમલમાં મુકાયેલી નાગરિકતા છીનવી લેવા સંબંધિત નવી સત્તાઓ સામે ચેતવણી આપવામાં આવી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યુકેની આ ‘‘અત્યંત અને ગુપ્ત'' સત્તાઓ આશરે ૯ મિલિયન (૯૦ લાખ) લોકોને, જે બ્રિટનની કુલ વસ્તીના ૧૩ ટકા જેટલા છે, તેમને નાગરિકતાથી વંચિત થવાના જોખમમાં મૂકી રહી છે. રિપોર્ટ ભારપૂર્વક જણાવે છે કે આ કાયદાકીય જોગવાઈઓની સૌથી વધુ અસર બ્રિટિશ મુસ્લિમ સમુદાય પર પડી રહી છે.
રિપોર્ટ અનુસાર, બ્રિટનના ગૃહ સચિવ શબાના મહમૂદ પાસે એવી સત્તા છે કે તેઓ કોઈ વ્યક્તિની નાગરિકતા એ માનીને સમાપ્ત કરી શકે છે કે તે વ્યક્તિ બીજા કોઈ દેશની નાગરિકતા મેળવવા માટે પાત્ર છે, ભલે તેનો તે દેશ સાથે કોઈ વાસ્તવિક સંબંધ ન હોય. નાગરિકતા છીનવી લેવા સામે ઝુંબેશ ચલાવતા લોકોએ ચેતવણી આપી છે કે આ સત્તાઓ દક્ષિણ એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકાના મૂળ ધરાવતા નાગરિકોને અસમાન રીતે અસર કરે છે. રિપોર્ટનું કહેવુ છે કે વંચિત કરવાની વ્યવસ્થા હવે મુસ્લિમ સમુદાયો માટે એક જોખમ બની ગઈ છે, આ ઘટના ભૂતકાળના રાષ્ટ્રપતિ ‘વિન્ડ્રશ સ્કેન્ડલ' દરમિયાન કેરેબિયન મૂળના બ્રિટિશ નાગરિકો સાથે થયેલા ભેદભાવની યાદ અપાવે છે. હવે બ્રિટિશ મુસ્લિમોને પણ તેમના મૂળ દેશમાં મોકલી દેવાનો ડર સતાવી રહ્યો છે.
મીડિયા અહેવાલો દર્શાવે છે કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, સોમાલિયા, નાઇજીરીયા અને મધ્ય પૂર્વ જેવા દેશોમાંથી આવેલા મુસ્લિમોની બ્રિટનમાં નોંધપાત્ર વસ્તી છે, અને આ દેશોના મૂળ ધરાવતા લોકો પર આ કાયદાની સૌથી વધુ અસર થશે. નિષ્ણાંતોના વિશ્લેષણ મુજબ, ભારતના ૯,૮૪,૦૦૦ લોકો, પાકિસ્તાનના ૬,૭૯,૦૦૦ નાગરિકો અને બાંગ્લાદેશના હજારોની વસ્તી પર ગંભીર અસર થઈ શકે છે. ઝુંબેશકર્તાઓનો આરોપ છે કે આનાથી નાગરિકતાની એક વંશીય ભેદભાવવાળી પ્રણાલી બની ગઈ છે, જ્યાં બ્રિટનમાં મુસ્લિમોનું અસ્તિત્વ તેમની ઓળખ પર આધારિત બની જાય છે, જ્યારે ગોરા બ્રિટિશ લોકો માટે આવી કોઈ શરત નથી.
અગાઉની સરકારે પણ રાજકીય ફાયદા માટે બ્રિટિશ ટ્રાફિકિગ પીડિતોની નાગરિકતા છીનવી લીધી હતી અને વર્તમાન સરકારે આ આત્યંતિક સત્તાઓનો વિસ્તાર કર્યો છે. તેમણે ચેતવણી આપી કે ૯૦ લાખ લોકો, જેની નાગરિકતા છીનવી લેવાનો અધિકાર ગૃહ સચિવ પાસે છે, તેને સંપૂર્ણપણે સત્તાવાદી સરકાર શું કરી શકે છે તેની ચિતા કરવાનું પૂરતું કારણ છે. આ સંગઠનોનું કહેવું છે કે બ્રિટનમાં નાગરિકતા એક અધિકાર છે, કોઈ વિશેષાધિકાર નથી, છતાં સરકારો નાગરિકતા માટે બેવડા ધોરણો અપનાવી રહી છે. ખાસ કરીને આતંકવાદ વિરોધી ઝુંબેશના નામે નાગરિકતા છીનવવાનું એક વલણ શરૂ થઈ ગયું છે. ઉદાહરણ તરીકે, શમીમા બેગમનો તાજેતરનો કેસ ચર્ચામાં રહ્યો હતો, જેમની નાગરિકતા રદ્દ કરવામાં આવી હતી, જોકે બાંગ્લાદેશે તેમને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
