તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th December 2025
કોવીડ વેક્સિનના કારણોસર યુવાનોમાં ઓચિંતા મૃત્યુ વધ્યા હોવાની આશંકાથી કરવામાં આવ્યો એક સર્વે
અચાનક થયેલા મૃત્યુ માટે હૃદય રોગ અને ધૂમ્રપાન તથા દારુનું સેવન કારણભૂત છે:એક વર્ષથી વધુ સમય સુધી ચાલેલા અભ્યાસને અંતે જાહેર કરાયું છે કે, યુવાનોમાં કોવિડ-19 રસીકરણ અને અચાનક મૃત્યુ વચ્ચે કોઈ વૈજ્ઞાનિક કે આંકડાકીય રીતે નોંધપાત્ર જોડાણ નથી

નવી દિલ્હી: કોવિડ કાળ પછી દેશભરમાં મોતને ભેટી રહેલા યુવાનોના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે, જે માટે કોવિડની રસીને જવાબદાર માનવામાં આવતી રહી છે. જોકે, એક નવા અભ્યાસમાં યુવાનોના અચાનક મૃત્યુ અને કોવિડ રસીકરણ વચ્ચેના સંબંધને નકારવામાં આવ્યો છે. તબીબી શિક્ષણ અને સંશોધન સંસ્થા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) અને ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળની બાયોમેડિકલ સંશોધન સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા હાથ ધરવામાં આવેલા વ્યાપક અભ્યાસનું તારણ એવું કહે છે કે, અચાનક થયેલા મૃત્યુ માટે હૃદય રોગ અને ધૂમ્રપાન તથા દારુનું સેવન કારણભૂત છે. AIIMS-ICMR દ્વારા કરાયેલો આ અભ્યાસ તાજેતરમાં 'ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ રિસર્ચ'માં પ્રકાશિત થયો છે. એક વર્ષથી વધુ સમય સુધી ચાલેલા અભ્યાસને અંતે જાહેર કરાયું છે કે, યુવાનોમાં કોવિડ-19 રસીકરણ અને અચાનક મૃત્યુ વચ્ચે કોઈ વૈજ્ઞાનિક કે આંકડાકીય રીતે નોંધપાત્ર જોડાણ નથી. અભ્યાસના નિષ્કર્ષો કોવિડ-19 રસીઓની સલામતીની પુષ્ટિ કરતાં વૈશ્વિક વૈજ્ઞાનિક પુરાવા સાથે મળતા આવે છે. અભ્યાસના સહ-લેખક ડૉ. સુધીર આરવાએ જણાવ્યું છે કે, જાહેર આરોગ્ય નીતિ વિશ્વસનીય સંશોધન અને વૈજ્ઞાનિક પુરાવાને આધારે બનવી જોઈએ, ગેરમાર્ગે દોરનારી માહિતી દ્વારા નહીં.
આ અભ્યાસમાં સંશોધકોએ 18થી 45 વર્ષ(યુવાન) અને 46થી 65 વર્ષ(વૃદ્ધ)ની વયના લોકોના થયેલા અચાનક મૃત્યુનો અભ્યાસ કર્યો. કુલ 2214 શબપરીક્ષણો પૈકી ફક્ત 180 કેસો (8.1%) અચાનક મૃત્યુને કારણે થયા હતા. એ 8.1% પૈકીના કેસોમાંથી નીચે પ્રમાણેના તારણો મળ્યા છે.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
