તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th December 2025
ત્રણ વર્ષથી ચાલી રહેલ રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ઝેલેન્સકીએ લીધો સૌથી મોટો નિર્ણય
જો યુક્રેન અમેરિકાની આગેવાની હેઠળના નાટો ગઠબંધનમાં સામેલ થઈ જશે તો રશિયા પર ખતરો વધી શકે છે. જોકે હવે ઝેલેન્સ્કીએ નાટોમાં જવાની માંગ પરત ખેંચવાની વાત કહી છે:અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસો પહેલા યુક્રેન-રશિયા યુદ્ધનો શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો હતો

નવી દિલ્હી: રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થવાનું કારણ નાટો છે, કારણ કે યુદ્ધ પહેલા યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદોમિર ઝેલેન્સ્કીએ નાટોમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેના કારણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન ભારે ગુસ્સે થયા હતા અને યુદ્ધની શરુઆત કરી દીધી હતી. ત્યારે હવે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધ બાદ ઝેલેન્સ્કીએ મોટો નિર્ણય લીધો છે, જો પુતિનને તેમનો નિર્ણય યોગ્ય લાગશે તો બંને દેશો વચ્ચેનું યુદ્ધ હવે અટકી શકે છે. યુદ્ધ બંધ કરાવવાની હંમેશા માંગ કરતા ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) જર્મનીના બર્લિનમાં કહ્યું કે, ‘તેઓ નાટો(NATO)માં સામેલ થવાની પોતાની માંગ પરત ખેંચવા માટે તૈયાર થઈ ગયા છે.’ તે વખતે પુતિન(Russia President Vladimir Putin)ને ચિંતા હતી કે, જો યુક્રેન અમેરિકાની આગેવાની હેઠળના નાટો ગઠબંધનમાં સામેલ થઈ જશે તો રશિયા પર ખતરો વધી શકે છે. જોકે હવે ઝેલેન્સ્કીએ નાટોમાં જવાની માંગ પરત ખેંચવાની વાત કહી છે.
ઝેલેન્સ્કીએ બર્લિનમાં અમેરિકા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ રાજદૂત સ્ટીવ વિટકૉફ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર સાથે બેઠક કરીને કહ્યું કે, ‘અમે નાટોમાં સામેલ થવાની અમારી માંગને પરત ખેંચવા માટે તૈયાર છીએ, પરંતુ આ માટે અમેરિકા અને પશ્ચિમ દેશોએ યુક્રેનને સુરક્ષા ગેરેન્ટી આપવી જોઈએ. આ સુરક્ષા ગેરન્ટી કાયદેસર રીતે બંધનકર્તા હોવી જોઈએ.’
ઝેલેન્સ્કીએ બર્લિનમાં કહ્યું કે, ‘અમેરિકા અને કેટલાક યુરોપિયન દેશોએ યુક્રેનને નાટોમાં જોડાવા માટે પ્રયાસ કરવાનો ઇન્કાર કરી દીધો છે. જોકે અમારી માંગ છે કે, નાટો અને નાટોના સભ્ય દેશો અમારા દેશની સુરક્ષા માટે ગેરેન્ટી આપે. આ ગેરેન્ટીથી અમને મદદ મળશે કે, રશિયા અમારા પર ફરીવાર હુમલો નહીં કરે. આવું કરવું એ અમારા માટે એક સમજૂતી જ છે.’
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
