તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th December 2025
સિડનીના બોન્ડી બીચ પર પાકિસ્તાનથી આવેલ આતંકવાદી પિતા-પુત્રએ હનુકાહ ઉત્સવ દરમ્યાન કરી હતી ગોળીબારી
ડિસેમ્બરમાં 14થી 22ની વચ્ચે યહૂદીઓ આ ઉત્સવની ઉજવણી કરે છે: યહૂદીઓ તેમના 'મેનોરાહ'માં રમાયેલાં મીણબત્તી સ્ટેન્ડમાં રોજેરોજ એક એક મીણબત્તી ૮ દિવસ સુધી પ્રકટાવી પ્રભુ 'યહોવાહ'ની આરાધના કરે છે સાથે આનંદ-મંગલ પણ થતાં હોય છે

નવી દિલ્હી: સીડનીના 'બોન્ડી બીચ' ઉપર પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ ઉત્સવ ઉજવી રહેલા યહૂદીઓ ઉપર અંધાધૂંધ ગોળીબાર કરી ૧૫ને યમ-સદન પહોંચાડયા હતા, અનેકને ઘાયલ કર્યા હતા. તો હવે જોઈએ હનુકાહ ઉત્સવ શું છે ?
વાસ્તવમાં હનુકાહ જે ચાનુકાહ પણ કહેવાય છે, તે ભારતના 'દીપોત્સવી' - દીવાળી સમાન ઉત્સવ છે. તે દર વર્ષે ડીસેમ્બરની ૧૪મી થી ૨૨ દરમિયાન આઠ દિવસ સુધી ઉજવાય છે. તેને તેવો 'પ્રકાશનું પર્વ' પણ કહે છે. તેમાં યહૂદીઓ તેમના 'મેનોરાહ'માં રમાયેલાં મીણબત્તી સ્ટેન્ડમાં રોજેરોજ એક એક મીણબત્તી ૮ દિવસ સુધી પ્રકટાવી પ્રભુ 'યહોવાહ'ની આરાધના કરે છે સાથે આનંદ-મંગલ પણ થતાં હોય છે.
તેવું પણ કહેવાય છે કે, જ્યોતિ પ્રકટાવવા માટે માત્ર થોડું જ તેલ રખાયું હોય છે પરંતુ આશ્ચર્ય તે વાતનું છે કે, તેટલું તેલ આઠ દિવસ ચાલે છે.વાસ્તવમાં આ 'દીપ-માલ' ઉપર જણાવ્યું તેમ આઠ દિવસ પ્રકટાવવાની હોય છે.આ ઉત્સવ દરમિયાન યહુદીઓ ખૂબ સારૃં ભોજન પણ બનાવે છે. વિવિધ નાસ્તાઓ પણ રાખે છે. એકબીજાના ઘરે પણ જઈ શુભકામનાઓ પાઠવે છે. તેઓ મિત્રો અને સગાં-સંબંધીઓને આ ઉત્સવ દરમિયાન વિશેષત: પહેલા કે છેલ્લાં દિવસે મળે છે, અને એક-બીજાને ભેટો પણ આપે છે. મીઠાઈઓ બનાવે છે. પરસ્પરમાં તેની આપ-લે પણ કરાય છે. બાળકોને ચોકલેટ કે ક્રીમ ચોકલેટ અપાય છે. થોડા પૈસા પણ આપવામાં આવે છે.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
