News of Wednesday, 10th December 2025
ચાઇનીઝ કપલને ત્યાં જન્મી ભૂખરા વાળ અને માંજરી આંખોવાળી દીકરી
ચાઇનીઝ ઝીણી આંખોને બદલે મસ્ત મોટી આંખો, ગોરી ત્વચા, ભૂખરા વાળ અને માંજરી આંખો

બીજીંગ તા.૧૦: ‘સાઉથ ચાઇના મોર્નિગ પોસ્ટ'માં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ એક ચાઇનીઝ કપલને ત્યાં ત્રણ વર્ષ પહેલાં એક રશિયન છોકરીનો જન્મ થયો હતો. પતિ-પત્ની બન્ને ચાઇનીઝ હતાં, પરંતુ જન્મેલી બાળકીમાં જરાય ચાઇનીઝપણું નહોતું. મતલબ કે ચાઇનીઝ ઝીણી આંખોને બદલે મસ્ત મોટી આંખો, ગોરી ત્વચા, ભૂખરા વાળ અને માંજરી આંખો. જેમ-જેમ દીકરી મોટી થતી ગઈ એમ તેના ચહેરાનાં ફીચર્સ વધુ સ્પષ્ટ નોન-ચાઇનીઝ હોવાની ચાડી ખાતાં થઈ ગયાં. કપલને લાગ્યું કે કદાચ દીકરી હોસ્પિટલમાં બદલાઈ ગઈ હશે. સંશયના ઉકેલ માટે છોકરીની ડીઓક્સિરીબો ન્યુક્લેઇક એસિડ (DNA) ટેસ્ટ કરીને માતા-પિતાના કનેક્શનને ચેક કરવામાં આવ્યું તો એ તેમની જ દીકરી હોવાનું પુરવાર થયું હતું. આવું કઈ રીતે શક્ય બને એ સમજવા માટે તેમણે વધુ જિનેટિક હિસ્ટરીની તપાસ કરાવી તો ખબર પડી કે આ બાળકી તેમની જ છે, પરંતુ તેના પિતાના દાદાના દાદા રશિયન હોવાથી દેખાવ તેમના જેવો છે.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
