<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

દુકાનમાં ચોરી કરતાં પકડાઈ ગયો તો ચોર ૧૫ લાખનું લોકેટ ગળી ગયો

ઓકલેન્‍ડ તા.૯: ન્‍યુઝીલેન્‍ડના ઓકલેન્‍ડમાં ૩૨ વર્ષના એક માણસે જેમ્‍સ બોન્‍ડની પ્રેરણા પરથી બનેલું સોનાનું ઈંડાં જેવું લોકેટ ચોરવાની કોશિશ કરી હતી. ફિલ્‍મોમાં જાતજાતની રીતે ચોરીઓ થતી દેખાડવામાં આવે છે. જોકે ૩૨ વર્ષના ચોરે દુકાનમાંથી પેન્‍ડન્‍ટની ચોરી કરીને પકડાઈ ન જવાય એ માટે મોંમાં નાખી દીધું હતું જે અનાયાસ ગળાઈ પણ ગયું. જોકે દુકાનમાં લાગેલા કેમેરાથી ખબર પડી ગઈ કે ચોરાયેલું લોકેટ ચોરના પેટમાં છે. ચોરને કસ્‍ટડીમાં લઈને તેની પોટીની કડક નિગરાની રાખવાની શરૂ થઈ. ખૂબ ખવડાવીને તેને જુલાબ કરાવી દેવામાં આવ્‍યા જેથી પેટમાંથી પેલું લોકેટ પણ નીકળી જાય. પોલીસને જ્‍યારે ચોરના મળમાંથી એ લોકેટ પાછું મળ્‍યું ત્‍યારે રાહતનો દમ ખેંચ્‍યો હતો. આ કીમતી લોકેટ ૧૫ લાખ રૂપિયાનું હતું એટલું જ નહીં, ઐતિહાસિક મહત્ત્વ પણ ધરાવતું હતું.

 

(10:31 AM IST)