News of Monday, 8th December 2025
હું મારી જાતને કયારેય દગો નહીં દઉં: મહિલાએ ખુદની સાથે કર્યા લગ્ન
આ પ્રકારના સ્વ-વિવાહને સોલોગેમી તરીકે ઓળખવામાં આવે છે : હું કયારેય મારી જાતને છૂટાછેડા નહીં આપું, જ્યારે પણ મારે કોઈ નિર્ણય લેવાનો હોય છે, ત્યારે હું મારી વીંટી તરફ જોઈને મારી જાતને પૂછું છું

મેક્સિકો, તા.૮: સામાન્ય રીતે લગ્ન બે વ્યક્તિ વચ્ચેના પ્રેમને દર્શાવે છે, પરંતુ મેક્સિકોમાં એક મહિલાએ સંબંધોની પરંપરાગત વ્યાખ્યાને પડકારીને પોતાની જાત સાથે જ લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા છે. મેક્સિકોના પ્યુર્ટો વાલાર્ટા માં રહેતી કિમ એડમ્સ નામના આ મહિલાએ બીચ પર એક ભવ્ય સમારોહમાં સફેદ ડ્રેસ પહેરીને પોતાની જાત સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી. આ પ્રકારના સ્વ-વિવાહને સોલોગેમી તરીકે ઓળખવામાં આવે છે.
મેક્સીકન બીચ પર ફૂલોથી શણગારેલા મંડપમાં ૪૫ વર્ષીય કિમ એડમ્સે સફેદ ડ્રેસમાં અદભૂત લગ્ન કર્યા હતા. આヘર્યજનક વાત એ છે કે, લગ્નમાં કોઈ વરરાજા નહોતો. કિમે બીજા કોઈ સાથે નહીં, પણ પોતાની જાત સાથે લગ્ન કર્યા. કિમે આ લગ્ન કોઈ ઉતાવળમાં કે ગુસ્સામાં આવીને નથી કર્યા, પરંતુ તે ખરાબ અને અપમાનજનક સંબંધોથી કંટાળી ગઈ હતી. તેણીએ પોતાના જીવનમાં સ્વ-પ્રેમ અને આત્મનિર્ભરતાને થવા માટે આ વિચિત્ર નિર્ણય લીધો હતો. કેલિફોર્નિયાની વતની કિમ જે હવે મેક્સિકોના પ્યુઅર્ટો વલ્લર્ટામાં રહે છે. તેણે જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષો મુશ્કેલ ભર્યા રહ્યા, હું કયારેય આત્મહત્યા કરવા માંગતી નહોતી, પરંતુ હું ફક્ત આ ખરાબ સમયનો અંત ઇચ્છતી હતી.
કિમે ખરાબ દિવસોનો સામનો કરવા માટે નિર્ણય કર્યો હતો કે, તેના ૪૫મા જન્મદિવસ પર પોતાની સાથે જ લગ્ન કરશે. આ સમારોહમાં તેના નજીકના મિત્રો અને પરિવારજનો હાજર હતા. જ્યારે કિમે તેના હાલના બોયફ્રેન્ડ એડ્યુઆર્ડોને લગ્ન વિશે જણાવ્યું, તો તેની વિચારસરણીથી થોડો આヘર્યચકિત થઈ ગયો હતો. પરંતુ તે કિમના નિર્ણયને સમર્થન આપીને લગ્નમાં ખાસ મહેમાન તરીકે હાજર રહ્યો. કિમે સ્પષ્ટ કર્યું કે તેનો સ્વ-વિવાહનો અર્થ એ નથી કે, તે ભવિષ્યમાં કોઈ અન્ય પુરુષ સાથે લગ્ન નહીં કરે. કિમે પોતાની જાતને આપેલા વચનો વિશે વાત કરતાં કહ્યું કે, હું કયારેય મારી જાતને દગો નહીં દઉં, અને હું કયારેય મારી જાતને છૂટાછેડા નહીં આપું. જ્યારે પણ મારે કોઈ નિર્ણય લેવાનો હોય છે, ત્યારે હું મારી વીંટી તરફ જોઈને મારી જાતને પૂછું છું. લગ્ન સંબંધોને ઘણીવાર બગાડી નાખે છે, તેથી આખું જીવન પોતાની સાથે વિતાવવું અને ખુશ રહી શકું.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
