<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

ચીનના ઝિન ઝિયાંગ પ્રાંતમાં 6.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

આ પહેલા પણ 3.9ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા:આ વખતે ભૂકંપનું કેન્દ્ર જમીનની માત્ર 10 કિમીની ઊંડાઈથી શરૂ થયું હતું

નવી દિલ્હી: પહેલા પૂર્વ-તાર્તાદી તરીકે ઓળખાતા ચીનના ઉત્તર - પશ્ચિમ પ્રાંત ઝિન-ઝિયાંગમાં ગઈકાલે ૬.૨નો ભૂકંપ થયો હતો. આ માહિતી આપતા નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (એનસીએસ) એ જણાવ્યું હતું કે, આ ભૂકંપ માત્ર ૧૦ કિ.મી.ની જ ઉંડાઈએથી શરૂ થયો હોવાથી જાન-માલનું ભારે નુકસાન થયું હોવા પુરો સંભવ છે. જો કે, તે ધરતીકંપ બપોરે ૧ કલાક ૧૪ મિનિટ અને સાત સેકંડે લાગ્યો હતો. તેથી જાનહાની થવાનો સંભવ થોડો છે.
ઉલ્લેખનીય તે છે કે, આ પ્રાંતમાં જ બીજી ડિસેમ્બરે ૩.૯ અંકનો ધરતીકંપ થયો હતો. પરંતુ તેની માત્રા બહુ થોડી ૩.૯ની જ હોવાથી ખાસ નુકસાન થયું ન હતું. તેમજ આફટર શોક્સ પણ ન હતા. જ્યારે ગઈકાલે બપોરે લાગેલો ધરતીકંપ ૬.૨નો હતો. તેમજ તેના આફટર શોક્સ પણ આવ્યા હતા. તેથી જાનમાલની નુકસાની થવાની ભીતિ રહેલી છે. પરંતુ હજી તે અંગે સત્તાવાર માહિતી આપી શકાય તેમ નથી.
નિષ્ણાતો કહે છે કે, ચાયના બે મોટા સેરિમક બેલ્ટસની વચ્ચે રહેલું છે. તે ઝોન્સ સર્કલ-પેસિફિક અને સર્કલ-ઇંડીયન સેરિમક ઝોન્સમાં રહેલું છે. આ સમગ્ર વિસ્તાર પેસિફિક ઇન્ડીયન અને ફીનિવિનો પ્લેટ્સ ઉપર હોવાથી તે કેટલીએ એક્ટિવ-ફોલ્ટ લાઇન્સ ઉપર આવેલો હોવાથી અહીં ધરતીકંપો થતા જ રહે છે.

 

 

(6:25 PM IST)