તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
બેલ્જિયમમાં લિટલ આઈન્સ્ટાઈન તરીકે જાણીતો લોરેન્ટ સિમોન્સ ૧૫ વર્ષની વયે પીએચડી થયો
લોરેન્ટ ક્વોન્ટમ ફિઝિકસ બાદ એઆઈમાં પીએચડી કરવા મ્યુનિક ગયો : પ્રતિભાશાળી કિશોર ડોક્ટર લોરેન્ટનું ધ્યેય માણસની આવરદામાં વધારો કરી તેને અમર બનાવવાનું છે

એન્ટવર્પ, બેલ્જિયમ. તા.૪ બેલ્જિયમમાં લિટલ આઇન્સ્ટાઇન તરીકે વિખ્યાત લોરેન્ટ રેન્ટ સિમોન્સ ક્વોન્ટમ ફિઝિક્સ વિષયમાં પીએચડી કરી પંદર વર્ષની વયે જ ડોક્ટર બની ગયો છે. ભારતીય ભૌતિક શાષી સત્યેન્દ્રનાથ બોઝે સો વર્ષ અગાઉ જેનો પાયો નાંખ્યો હતો તે ક્વોન્ટમ ફિઝિક્સના વિષયમાં લોરેન્ટે ગયા મહિને યુનિવર્સિટી ઓફ એન્ટવર્પમાં પોતાનો મહાનિબંધ નામે બોઝ પોલારોન્સ ઈન સુપરફલુઈડસ અન્ડ સુપર સોલિડ્સ સુપરત કર્યો હતો. ડોકટર બની ગયા પછી લોરેન્ટ હવે બ્રેક લેવાને બદલે બીજી ડોક્ટરેટ મેળવવા માટે મ્યુનિક પહોંચી ગયો છે. તે હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના મેડિકલ સાયન્સમાં ઉપયોગ વિશે પીએચડી કરવા માંગે છે તેમ તેના માતાપિતાએ વીટીએમ ન્યુસને જણાવ્યું હતું.
જેના જીવનનું ધ્યેય સુપર હ્યુમન -બનાવવાનું છે તે લોરેન્ટ નવ વર્ષની વયથી જ માનવજીવનની આવરદા વધારવાની દિશામાં કામ કરી રહ્યો છે. લોરેન્ટ માણસને અમર બનાવવાની દિશામાં કામ કરી રહ્યો??.
આઠ વર્ષની ઉંમરે જુ હાઈસ્કૂલનું શિક્ષણ પતાવી લોરેન્ટે બાર વર્ષની વયે તો ફિઝિક્સમાં બેચલર્સની ડિગ્રી મેળવી લીધી હતી. તેણે ત્રણ વર્ષનું ભણતર માત્ર અઢાર મહિનામાં પુરૂ કરી દઈ સનસનાટી મચાવી દીધી હતી. તેના માતાપિતા લિડિયા અને એલેક્ઝાન્ડરે જણાવ્યું હતું કે યુએસ અને ચીનની મોટી ટેક કંપનીઓએ લોરેન્ટને તેમના રિસર્ચ સેન્ટર્સમાં જોડાવાની ઓફર કરી હતી પણ તેમણે આ ઓફર્સ નકારી કાઢી હતી. તેઓ લોરેન્ટને તેની ગતિએ વિકાસ કરવા દેવા માંગતા હતા.
બેચલર્સ ડિગ્રી મેળવ્યા બાદ લોરેન્ટ ક્વોન્ટમ ફિઝિક્સમાં માસ્ટર્સની ડિગ્રી પુરી કરવાની દિશામાં આગળ વધ્યો હતો.
તેણે બોઝોન્સ, બ્લેક હોલ્સ અને અત્યંત નીચા તાપમાને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ-બીઈસી-જેવા વિષયો ભણવા માંડ્યા હતા. ૨૦૨૨માં તેણે બીઇસી પર પોતાની ર્ંથિસિસ રજૂ કરી હતી. બીઈસીને પદાર્થનું પાંચમું સ્વરૂપ ગણવામાં આવે છે.
આ વિચારને સાકાર કરવા ભારતીય ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝે ક્વોન્ટમ સ્ટેટેટિક્સની રચના કરી હતી. એ પછી આલ્બર્ટ આઇન્સ્ટાઇને આ વિચારોને આગળ ધપાવી કલ્પના કરી હતી કે આ પરમાણુઓના જૂથને અતિ નીચા તાપમાને લઇ જવામાં આવે તો શું થાય. આ અવસ્થામાં પરમાણુઓ એકમેકને ચોંટી એક જ પરમાણુ તરીકે વર્તવા માંડે છે. આમ થવાનું કારણ એ છે કે તેમના અસામાન્ય ગુણધર્મોને કારણે બીઇસી ક્વોન્ટમ સિમ્યુલેટર તરીકે કામ કરે છે. જેને કારણે ભૌતિકશાસ્ત્રીઓને તેની મોડેલ ઈફેકટ્સનો અભ્યાસ કરવાની તક મળે છે જે સામાન્ય અવસ્થામાં મળતી નથી. (૪૦.૧૨)
લોરેન્ટ સૌથી નાની વયનો પીએચડી ધારક નથી
લોરેન્ટે પંદરવર્ષની વયે ડોક્ટરેટની ઉપાધિ મેળવી છે પણ તે સૌથી નાની વયનો પીએચડી ધારક નથી. આ બહુમાન ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ અનુસાર જોહાન હેન્રિક ફેડરીક કાર્લ વિટ્ટને મળેલું છે જેણે જિસસેન યુનિવર્સિટીમાંથી ૧૩ વર્ષ અને ૨૮૩ દિવસની વયે ૧૮૧૪માં ડોક્ટરેટ મેળવી હતી.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
