તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd December 2025
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઝડપી વિકાસ દુનિયામાં અમીર-ગરીબ વચ્ચેનો અંતર વધુ વધી શકે છે
નિષ્ણાતોએ આપી ચેતવણી:એઆઈનો સૌથી મોટો લાભ ઉચ્ચ આવક ધરાવતા દેશો અને મોટા ટેક ઉદ્યોગોને થાય છે:ગરીબ દેશો અને આર્થિક રીતે નબળા વર્ગો પાછળ રહી શકે છે

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)ના બેવડા પ્રકારને ઉજાગર કરતા યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા જારી કરાયેલા તાજેતરના એક અહેવાલમાં તેનાથી થનારા સંભવિત લાભ તેમજ તેનાથી ઊભા થનારા પડકારો બંને પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ખાસ કરીને વંચિત વસતી માટે તેના નકારાત્મક પ્રભાવ વધુ થઈ શકે છે. અહેવાલમાં ઔદ્યોગિક ક્રાંતિના ગ્રેટ ડાયવર્ઝન સાથે તેની સરખામણી કરવામાં આવી છે અને તર્ક કરાયો છે કે સાવચેતીના પગલા નહિ લેવાય તો સમૃદ્ધ રાષ્ટ્રો એઆઈના મોટાભાગના લાભ આંચકી લેશે.
એઆઈથી ઉદ્યોગોમાં પરિવર્તન આવી શકતું હોવાથી તેમજ તેનાથી પૂરતા સમર્થન અથવા કુશળતાથી વંચિત કામદારો બેરોજગાર થવાની સંભાવના હોવાને કારણે અહેવાલમાં તેના સામાજિક પ્રભાવો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અહેવાલમાં એઆઈ પર થતી ચર્ચામાં માનવીય તત્વ સામેલ કરવાના મહત્વ પર ભાર મુકાયો છે, ખાસ કરીને પહેેલેથી કૌશલ્ય તાલીમ, વીજળી અને ઈન્ટરનેટ જોડાણ જેવા મૂળભૂત સ્રોતોથી વંચિત રહેલા સમુદાય પર ધ્યાન આપવાની ભલામણ કરાઈ છે. અહેવાલમાં ડાટાના બળે ચાલતા વિશ્વમાં આ જૂથો ગાયબ થવાના જોખમ પર ભાર મુકાયો છે.કૃષિ, આરોગ્ય સંભાળ અને કટોકટી તરફ પ્રતિસાદ જેવા ક્ષેત્રોમાં સુધારા ઓફર કરીને એક તરફ એઆઈમાં ઉત્પાદન વધારવાની તેમજ ઈનોવેશનમાં ઉછાળો લાવવાની ક્ષમતા છે તો બીજી તરફ એવી પણ નોંધ કરાઈ છે કે વિસ્તરતા એઆઈ માળખાથી વીજ અને પાણીની વધતી માગને કારણે કાર્બન ઉત્સર્જન અને આરોગ્ય જોખમ તીવ્ર બની શકે. ઉપરાંત એઆઈના આગમનથી ગોપનીયતા ઉલ્લંઘન, સાયબર સુરક્ષા જોખમ અને ગેરમાહિતી માટે ડીપફેકના ઉદ્ભવ જેવી નૈતિક ચિંતાઓ પણ તોળાઈ રહી છે.
વધુમાં અહેવાલમાં એશિયામાં નોંધપાત્ર અસમાનતાઓ પ્રત્યે પણ ઈશારો કરવામાં આવ્યો છે જ્યાં ચીન અને જાપાન જેવા રાષ્ટ્રો અસરકારક રીતે એઆઈ અપનાવી શકે જ્યારે અફઘાનિસ્તાન અને મ્યાનમાર જેવા દેશો પાસે જરૂરી માળખા અને કૌશલ્યનો અભાવ હોય છે. વધી રહેલા ડિજિટલ ભેદને કારણે વિસ્તરતી એઆઈ પ્રેરિત વૈશ્વિક અર્થવ્યવસ્થામાંથી લાખો લોકો બાકાત રહી શકે છે, અને તેમના પર આ ટેકનોલોજિકલ વિભાજનની ખોટી બાજુએ હોવાનું લેબલ લાગી શકે છે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
