તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd December 2025
સ્વિટ્ઝર્લેન્ડનો ‘ધનવાન ટેક્સ’ પ્રસ્તાવ ધડાકાભેર ધરાશાયી થયો
દેશના 78 ટકા મતદારોએ આ પ્રસ્તાવને સ્પષ્ટ રીતે નકારી દીધો:વિરોધીઓએ આપી ચેતવણી

નવી દિલ્હી: સ્વિટ્ઝર્લેન્ડમાં છેલ્લા કેટલાક મહિનાથી એક રસપ્રદ રાજકીય પ્રયોગ ચાલી રહ્યો હતો. દેશની સોશ્યલિસ્ટ પાર્ટીઓએ ધનસંપત્તિના અસમાન વહેંચણ સામે અવાજ ઊઠાવીને ધનવાનો પર ૫૦ ટકા વારસાઈ ટેક્સ લાદવાનો મોટો પ્રસ્તાવ આગળ ધપાવ્યો હતો. ઝુંબેશ જોરદાર હતી, સૂત્રો આકર્ષક હતા અને પ્રારંભિક સર્વેક્ષણો પણ અનુકૂળ લાગતા હતા. પરંતુ અંતિમ પરિણામે ચોંકાવ્યું દેશના ૭૮ ટકા મતદારોએ આ પ્રસ્તાવને સ્પષ્ટે નકારી દીધો.
આ ઝુંબેશ પાછળ યુવાપાંખ JUSO નો મુખ્ય હિસ્સો હતો. તેમનો તર્ક સીધો અને લોકલક્ષી હતો: ધનવાન પરિવારોને જ્યાં કરોડોની મિલકતો વારસામાં મળે છે, ત્યાં સામાન્ય પરિવારને વારસામાં મળે છે. આર્થિક અનિશ્ચિતતા, મોંઘવારી અને ક્લાઈમેટ ચેન્જના પડકારો. તેમની દલીલ હતી કે આ અસમાનતા ઘટાડવા માટે સંપન્ન વર્ગે ૫૦ ટકા ટેક્સ ચૂકવવો જોઈએ.
આ ઝુંબેશને લઈને એક રસપ્રદ પરિબળ પણ ચર્ચામાં રહ્યું.ભારતના 2024ના ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલી ‘ખટાખટ’ યોજનાની છાંયાછબી. સ્વિટ્ઝર્લેન્ડની યુવા સોશ્યલિસ્ટ પાંખે માને છે કે તેઓ આ વિચારથી પ્રેરાયા હતા. જો કે ભારતમાં જેમ, તેમ ત્યાં પણ એ વિચાર જનતાને પસંદ ન પડ્યો.
મતદારોનો તર્ક પણ સાફ હતો. વિરોધીઓએ ચેતવણી આપી કે આવા ભારે ટેક્સથી બેન્કિંગ ક્ષેત્ર કમજોર થઈ શકે, ધનવાન લોકો દેશ છોડીને જઈ શકે અને અંતે સરકારની ટેક્સ આવક જ ઘટી જશે. લાંબા ગાળે આ દેશ માટે નુકસાનકારક સાબિત થઈ શકે,અને લોકોએ આ ચિંતા સ્વીકારી.
જનમત સંગ્રહનું પરિણામ માત્ર એ નથી બતાવતું કે પ્રસ્તાવ નકારી દેવામાં આવ્યો; પરંતુ તે એક સ્પષ્ટ રાજકીય સંદેશ છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
