<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

કપડાં ધોવાના વોશિંગ મશીનની જેમ માણસોનું બાથિંગ મશીન જપાનમાં

૨.૩ મીટર લાંબા આ મશીનમાં તમારે જસ્‍ટ જઈને બેસી જવાનું. સાબુ ચોળવાની કે શરીર ઘસવાની કે પાણીથી ધોવાની જરૂર જ નહીં

ઓસામા,તા.૦૨: જપાનમાં ફયુચરિસ્‍ટિક આઇડિયાઝ ધરાવતી ટેક્રોલોજી અને ઇનોવેશન્‍સ આકાર લેતાં હોય છે. તાજેતરમાં ઓસામામાં યોજાયેલા એક્‍સ્‍પોમાં ફયુચર હ્યુમન વોશિંગ મશીન રજૂ થયું છે. ૨.૩ મીટર લાંબા આ મશીનમાં તમારે જસ્‍ટ જઈને બેસી જવાનું. સાબુ ચોળવાની કે શરીર ઘસવાની કે પાણીથી ધોવાની જરૂર જ નહીં. અંદર હાઈ-પ્રેશર નોઝલ્‍સ, માઇક્રોબબલ્‍સ અને અલ્‍ટ્રા-ફાઇન સ્‍પ્રે બધું જ થાય છે. શરીરની ઉપરની ત્‍વચા પાણીથી બરાબર સાફ થઈ જાય એટલે મશીન આપમેળે ડ્રાયર મોડમાં આવી જાય છે અને આપમેળે શરીર એક જ મિનિટમાં સુકાઈ જાય છે.

આ હ્યુમન વોશિંગ મશીન જપાનમાં લગભગ ઘણા વખતથી ફયુચર ટેકનોલોજી એક્‍ઝિબિશન્‍સમાં રજૂ થતું આવ્‍યું છે, પરંતુ હજી એ વેચાવા માટે માર્કેમાં મુકાયું નથી.

 

 

(10:19 AM IST)