તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th November 2025
આંસુની એક બોટલ વેચીને કમાય છે ૫૨,૦૦૦ રૂપિયા!
૪ બાળકોની માએ કમાણી માટે કર્યો અનોખો બિઝનેસ

મિડવેસ્ટ, તા.૨૮: તમે સાંભળ્યું હશે કે, મનુષ્ય જીવન કિંમતી છે તેથી હંમેશા હસતા રહેવું જોઈએ. દુનિયામાં કેટલાક લોકો દુઃખથી એટલા ઘેરાયેલા છે તેઓ ખુશ રહી શકતા નથી. જોકે, અમેરિકાની એક મહિલાનો હેરાન કરી દે એવો કિસ્સો સામે આવ્યો છે. આ મહિલાને કોઈપણ બાબતનું દુઃખ નથી, છતાં હંમેશા રડતી રહે છે. તેના પાછળનું કારણ જાણશો તે તમે દંગ રહી જશો, અને સવાલ થશે કે, ખરેખર કોઈ આવું કરીને પૈસા કમાય? આ મહિલા રડી-રડીને આંસુ કાચની બોટલમાં ભેગા કરીને વેચે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, તે દરેક બોટલ ૫૨,૦૦૦ રૂપિયામાં વેચીને ભારે નફો કમાય છે.
અમેરિકન મિડવેસ્ટમાં રહેતી ૪૪ વર્ષીય ચાર બાળકોની માતા લિઝ રિવર સતત ચર્ચામાં આવી છે. કારણ કે તે એક એવું અનોખું કામ કરે છે, જે સાંભળતા જ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. લિઝ રડી-રડીને બોટલોમાં આંસુ ભેગા કરીને પૈસા કમાય છે. લિઝ તેના આંસુની એક બોટલ માટે લગભગ ૫૦૦ પાઉન્ડ (લગભગ રૂ. ૫૨,૦૦૦) કમાય છે, અને તે આ આવકનો ઉપયોગ તેના પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી માટે કરે છે. લિઝે જણાવ્યું હતું કે, ડિસેમ્બર મોટાભાગના લોકો માટે ખુશીનો મહિનો હોય છે, પરંતુ આ સમય દરમિયાન તે ખૂબ રડે છે, પરંતુ રડવું એ તેની કોઈ મજબૂરી નહીં, પણ કામ કરવાની એક અનોખી રીત છે. તે હંમેશા નાના જાર તૈયાર કરીને તેમાં તેના આંસુ એકત્રિત કરે છે. તે આંસુથી ભરેલી બોટલો તેના ચાહકોને વેચે છે, જે આ વિચિત્ર વસ્તુ માટે મોટી રકમ ચૂકવવા માટે પણ તૈયાર હોય છે.
લિઝ રિવરને પૂછવામાં આવ્યું હતું કે, શું આ વધારાની આવકથી તેનો તહેવારનો ખર્ચો નીકળી જાય છે? તો તેણે હસીને જવાબ આપ્યો હતો કે, હા, ચોક્કસ! જો હું મારા આંસુ ન વેચું, તો ક્રિસમસ ખાસ ન બની શકે. તેથી તે આ વખતે કમાણીમાંથી ક્રિસમસ ટ્રી ખરીદશે, જેનો ઉપયોગ તહેવારો પછી પણ કરી શકશે. સાથે જ આ આવક તેના પરિવારને વેકેશન માણવા માટે પણ એક સાથે ભેગા કરી શકે. લિઝે કહ્યું કે, શરૂઆતમાં તેનું કામ ધીમું હતું, વર્ષમાં ફક્ત બે કે ત્રણ બોટલ વેચાતી હતી. જોકે, ધીમે ધીમે તેની ઓળખ વધતી ગઈ, અને તેણે ૧૦૦થી વધુ બોટલો વેચી દીધી છે. ભવિષ્યમાં તે આંસુના માઇક્રો-વર્ઝન, એટલે કે નાની ચાર્મ જેવી બોટલોમાં આંસુ વેચવાની પણ યોજના ધરાવે છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
