News of Tuesday, 18th November 2025
માણસ ૧૫૦ વર્ષ સુધી જીવી શકશે : ચીની વૈજ્ઞાનિકોએ બનાવી દવા
ચીનના એક બાયોસાયન્સ સ્ટાર્ટઅપ ‘લોનવી બાયોસાયન્સ'એ દાવો કર્યો છે કે, તેમણે એવી ગોળી (Pill) બનાવી છે જે માનવ જીવનને ૧૫૦ વર્ષ સુધી વધારી શકે છે : આ ચમત્કારી દવા ‘ઝોમ્બી સેલ્સ' ને નાશ કરીને ઉંમર વધારશે : કંપનીનો દાવો છે કે, આ ‘હોલી ગ્રેલ' છે જે ઉંમર સંબંધિત બીમારીઓને પણ ઘટાડશે : દવા માત્ર માણસની ઉંમર લાંબી નહીં કરે પરંતુ વળદ્ધાવસ્થાને પણ દૂર રાખશે

બીજીંગ, તા.૧૮: શું કોઈ માણસ ૧૫૦ વર્ષ સુધી જીવી શકે છે? આ સાંભળીને તમે ચોક્કસથી દંગ રહી જશો. ચીનના વૈજ્ઞાનિકોએ દાવો કરતા જણાવ્યું છે કે, એવી દવા બનાવવામાં આવી છે, જે માણસને ૧૫૦ વર્ષ સુધી જીવન આપી શકે. તે માત્ર માણસની ઉંમર લાંબી કરશે નહીં, પરંતુ વળદ્ધાવસ્થાને પણ દૂર કરશે. શેનઝેન સ્થિત બાયોસાયન્સ સ્ટાર્ટઅપ લોનવી બાયોસાયન્સ એ આ ગોળી બનાવવાનો દાવો કરતા તેને ‘લાંબી ઉંમર માટે ખૂબ જ ખાસ' ગણાવી છે. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી આઈપી ઝુ (Ip Zhu)નું કહેવું છે કે, આ ગોળી શરીરમાં હાજર ઁઝોમ્બી સેલ્સઁને નિશાન બનાવે છે. આ એ જૂની કોષિકાઓ છે જે હવે વિભાજિત થતી નથી, પરંતુ શરીરમાં સોજો જાળવી રાખે છે અને વળદ્ધાવસ્થાના લક્ષણોને પ્રોત્સાહન આપે છે.
જાણો ખરેખર વધી જશે ઉંમર? : લોનવી બાયોસાયન્સ કંપની મુખ્યત્વે લાંબી ઉંમર અને બાયોસાયન્સના ક્ષેત્રમાં નિષ્ણાત છે. કંપનીનો દાવો છે કે, આ ગોળીનો મુખ્ય ઘટક પ્રોસાયનિડિન સી૧ (PCC1) છે, જે દ્રાક્ષના બીજમાંથી કાઢવામાં આવેલ એક મોલિકયુલ છે. પ્રયોગશાળામાં ઉંદર પર કરવામાં આવેલા પરીક્ષણોમાં જોવા મળ્યું છે કે, જેને આ ફોર્મ્યુલા આપવામાં આવી, તેમની કુલ ઉંમર ૯.૪ ટકા સુધી વધી ગઈ હતી. સારવાર શરૂ થયાના પહેલા દિવસથી જોવામાં આવે તો તેમની ઉંમર ૬૪.૨ ટકા વધુ થઈ ગઈ છે. આ પરિણામો સકારાત્મક છે અને બતાવે છે કે, કોષિકાવિજ્ઞાનથી કોઈપણ માણસની ઉંમર વધારી શકાય છે. આ માત્ર કલ્પના નહીં પરંતુ સત્ય હકીકત છે. કંપનીના મુખ્ય અધિકારી લ્યુ કિંગહુઆ એ જણાવ્યું કે, ૧૫૦ વર્ષ સુધી જીવવું ચોક્કસપણે વાસ્તવિક છે.
ચીનમાં વર્ષ ૨૦૨૪માં સરેરાશ જીવન અપેક્ષા ૭૯ વર્ષ રહી, જે વૈશ્વિક સરેરાશ કરતા પાંચ વર્ષ વધુ છે. અધિકારીઓ અને સામાન્ય જનતાના વધતા રસ અને આ પ્રકારના સંશોધનના કારણે આ આંકડો વધુ ઊંચો જઈ શકે છે. શાંઘાઈ સ્થિત લોન્ઝેવિટી રિસર્ચ કંપની ટાઈમ પાઈના સહ-સ્થાપક ગાન યુ (Gan Yu)એ કહ્યું કે, પહેલા ચીનમાં કોઈ પણ લાંબી ઉંમર વિશે વાત કરતું નહતું, માત્ર અમીર અમેરિકન જ કરતા હતા. હવે ચીનના લોકો પણ તેમાં રસ ધરાવે છે અને તેમનું જીવન વધારવા માટે પૈસા ખર્ચવા તૈયાર છે. જોકે, નિષ્ણાતો માને છે કે હજી આ સંશોધન પ્રારંભિક તબક્કામાં છે અને માનવ પર તેના પ્રભાવને તપાસવા માટે હજી લાંબા સમયના અભ્યાસની જરૂર પડશે. છતાં આ દાવો વિજ્ઞાનની દુનિયામાં નવી આશા જગાવનાર સાબિત થઈ રહ્યો છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
