તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
યુ.એસ.,યુ.કે સહીત અનેક દેશોએ તેમના નાગરિકોને સતત સાવચેત રહેવા માટે આપી ચેતવણી
દિલ્હીમાં થયેલ પ્રચંડ વિસ્ફોટની દુનિયાભરના દેશોએ કરી ટીકા:ભારતમાં રહેતા તેમના નાગરિકોને વિદેશ મંત્રાલયોએ આપી ચેતવણી

નવી દિલ્હી: દિલ્હીમાં થયેલ પ્રચંડ વિસ્ફોટની દુનિયાભરના દેશોએ ટીકા કરી છે. અમેરિકા અને ઈંગ્લેન્ડે દિલ્હીના રેડ ફોર્ટ અને ચાંદની ચોક જેવા વિસ્તારોથી દૂર રહેવા તેમના નાગરિકોને જણાવી દીધું છે. આ ઉપરાંત અન્ય દેશોના દૂતાવાસોએ પણ તેમના દેશના નાગરિકોને સૂચના આપી દીધી છે. તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, 'ભીડવાળા વિસ્તારોથી દૂર રહેવું. ખાસ કરીને માર્કેટસ, ટ્રાન્સપોર્ટ મથકો અને જાહેર સ્થળોએ ખૂબ જ સાવચેતી રાખવી.'
વિશેષ સૂચના તે પણ અપાઇ છે કે પ્રવાસન માટે દિલ્હી જવું હોય તો પહેલાં મીડીયા રીપોર્ટસ વાંચી લેવા કે ટીવી ઉપર જોઈ લેવા.
ઉલ્લેખનીય છે કે અમેરિકાનાં વિદેશ મંત્રાલયે આવી ઘટનાઓ અંગે દુ:ખ વ્યક્ત કરતાં તેના નાગરિકોને 'ટ' પર ઉપરોક્ત સૂચનાઓ આપવા સાથે ભારતમાં રહેલા પોતાના નારિકોને મહત્વની સૂચનાઓ આપવા દૂતાવાસોને જણાવી દીધું છે. આ દૂતાવાસોએ 'હેલ્પ-લાઇન' પણ પ્રસિદ્ધ કરી દીધી છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
