તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
જાપાને બનાવ્યો અનોખો રેકોર્ડઃ ૧૦૦ વર્ષની ઉંમરવાળા ૧ લાખ લોકો
જાપાનના લોકોના લાંબા જીવનનું મોટું રહસ્ય તેમના ખાન-પાનમાં છૂપાયેલું: ૮૦ ટકા લોકો પેટ ભર્યા બાદ ખાવાનું બંધ કરી દેતા હોય છે : ઉંમર ગમે તેટલી વધી જાય, પોતાના બાળકો પર નિર્ભર નથી રહેવાનું. મનથી કાયમ યુવાન રહેવાનું છે. લોકો સાથે હળીમળીને-હસી મજાક કરીને રહેવાનું

ટોકયો તામોટા ભાગે એવું માનવામાં આવે છે કે, ઉંમર વધવાની સાથે સાથે લોકો અક્ષમ થતા જાય છે. પણ જાપાનમાં આ વાત લાગુ પડતી નથી. અહીં ૧૦૦ વર્ષથી વધારે ઉંમરના લોકોની વસ્તી સૌથી વધારે છે. પણ તેનો મતલબ એ નથી કે અહીં લોકો અક્ષમ છે. આ તમામ લોકો સંપૂર્ણપણે ફીટ અને તંદુરસ્ત છે. એટલું જ નહીં, તેઓ આસાનીથી પોતાના રોજિદા કામકાજ કરી શકે છે. હેક્ટર ગર્સિયા અને ફ્રાંસેક મિરાલેસની લખેલી બુક, ઈકિગાઈમાં જાપાની લોકોના લાંબા અને સ્વસ્થ જીવનના રહસ્ય વિશે વાત કરવામાં આવી છે.
ઈકિગાઈ બુકના બંને લેખકોએ જાપાનમાં લાંબા અને ખુશહાલ જીવનના રહસ્ય જાણવા માટે ત્યાં ખૂબ જ સમય વિતાવ્યો. આ દરમિયાન બંનેએ જાપાનમાં એ જગ્યા પર ગયા, જ્યાં વધારે ઉંમરવાળાની વસ્તી હતી. આવો જ એક પ્રદેશ છે ઓકિનાવા. બંને લેખક ઓકિનાવાના ઓગિમી વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં લગભગ ૩૨૦૦ લોકો રહેતા હતા. આ તમામની ઉંમર ૧૦૦ વર્ષની નજીક છે. સૌથી રસપ્રદ વાત એ જોવા મળી કે આ તમામ સક્ષમ છે. એક ૮૮ વર્ષીય ખુદ કાર ચલાવીને બંને લેખકો માટે ખાવાનું લેવા ગયા હતા. તે વ્યક્તિના સહાયકની ઉંમર પણ ૯૯ વર્ષની હતી.
આ તમામ વૃદ્ધોને મળ્યા બાદ લેખકોએ જાણ્યું કે આ ઉંમરમાં પણ ખૂબ જ સક્રિય છે. લગભગ તમામ લોકો પોતાનું કામ ખુદ કરી રહ્યા હતા. આ ઉપરાંત તેઓ ખુદ હાલના યુગ સાથે કનેક્ટ હતા. તેમને ન તો વીતેલા સમયની ચિતા હતી, ન આવનારા કાલનો તણાવ. તેઓ કોઈ પણ પ્રકારની ભાગદોડ અને ઉતાવળથી દૂર હતા. આ ઉપરાંત આ લોકોએ અમુક નિયમો બનાવી રાખ્યા હતા. મતલબ ઉંમર ગમે તેટલી વધી જાય, પોતાના બાળકો પર નિર્ભર નથી રહેવાનું. મનથી કાયમ યુવાન રહેવાનું છે. લોકો સાથે હળી મળીને-હસી મજાક કરીને રહેવાનું.
જાપાનના લાંબી ઉંમરના લોકો સાથે મુલાકાત દરમિયાન ઈકિગાઈના લેખકોએ તેમની સાથે વાત પણ કરી. આ દરમિયાન તે લોકોની લાઈફસ્ટાઈલ વિશે પણ જાણકારી એકઠી કરી. જેમ કે તમામ લોકો રાતમાં જલદી સૂઈ જવાનું અને સવારે જલદી ઉઠવાને પ્રાથમિકતા આપતા હતા. ખુદનો બગીચો તૈયાર કરવો, તેમાં શાકભાજી ઉગાડવી અને તેની દેખરેખ કરવી. આ ઉપરાંત હળવો વ્યાયામ અને ફરવાનું પણ તેમના રૂટિનમાં સામેલ છે. આ લોકો પોતાના મિત્રોને ખાસ મહત્ત્વ આપે છે. ખુદને હંમેશા વ્યસ્ત રાખતા પણ આરામથી જીવન જીવવાની કળામાં આ લોકો નિપુણ થઈ ચૂક્યા છે.
જાપાનના લોકોના લાંબા જીવનનું મોટું રહસ્ય તેમના ખાન-પાનમાં છૂપાયેલું છે. ૮૦ ટકા લોકો પેટ ભર્યા બાદ આ લોકો ખાવાનું બંધ કરી દેતા હોય છે. તેમનું ભોજન ખૂબ જ વિવિધતાપૂર્ણ ભરેલું હોય છે. જેમાં શાકભાજીની માત્રા વધારે હોય છે. ઓકિનાવામાં થયેલા એક સર્વે અનુસાર, લાંબા આયુષ્યના લોકો અહીં ૨૦૬ પ્રકારના પદાર્થ ખાતા હોય છે, જેમાં કેટલાય મસાલા પણ સામેલ છે. દરરોજ ભોજનમાં લગભગ ૧૮ ભાતના પદાર્થ સામેલ હોય છે. આ લોકો દિવસમાં લગભગ પાંચ જાતના ફળ અને શાકભાજી ખાય છે. તેઓ ખાતરી કરે છે કે તેમનું ભોજન ઈન્દ્રધનુષી રંગનું હોય. મતલબ, ખાવામાં લાલ શિમલા મિર્ચ, ગાજર, પાલક, કોબી અને રીંગણ ખાતા હોય છે
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
