તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th November 2025
ખોટ કરતી ઓટો કંપની નિશાને પોતાનું હેડ કવાર્ટર વેચવા કાઢયું
કંપની ઈન્ટરનલ સિસ્ટમને આધુનિક બનાવવા માંગે છે : જાપાનની કંપની બેઠી કરવા યોકોહામા સ્થિત પોતાના હેડકવાર્ટર ભવનને ૬૩ કરોડ ડોલરમાં વેચવા માંગે છે

ટોક્યો,તા.૦૭: નાણાકીય સંકટનો સામનો કરી રહેલ જાપાનની વાહન નિર્માતા કંપની નિસાન પોતાના પુનરુત્થાનનાં પ્રયાસો હેઠળ યોકોહામા સ્થિત પોતાના હેડકવાર્ટર ભવનને ૯૭અબજ યેન (૬૩ કરોડ ડોલર)માં વેચવા માંગે છે.
રોકડ રકમની ભારે ખેંચ અનુભવી રહેલી જાપાનની ખ્યાતનામ ઓટો-કેર કંપની યોકો હોમા સ્થિત તેનાં હેડ કવાર્ટરને વેચવા માગે છે. તે માટે તેણે ઓછામાં ટ્ટ ઓછી ૯૭ બિલિયન ‘યેન'ની ગણતરી મુકી છે.
ઉલ્લેખનીય તે છે કે આ કંપની નિસાન મોટર કં.લિ. તે મકાન વેચી નાખ્યા પછી ત્યાં જ ભાડે (લીઝ ઉપર) બેસવા માગે છે. તેમ ટોક્યો સ્થિત રીયલ એસ્ટેટ ઓપરેટર એમ.જે.આઈ. ગોડો કૈશાએ એક નિવેદનમાં જણાવ્યું છે.
નિસાન મોટર કંપનીનું મુખ્ય મથક ટોક્યોની નજીક જ દક્ષિણ પヘમિે આવેલાં યોકો હોમામાં છે. હામામા છે. નિસાન તેને મળેલી રકમમાંથી ૭૩.૯ બિલિયન યેન તેની ઈન્ટરનલ સિસ્ટીમ્સને આધુનિક કરવા વાપરશે. તેમાં આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ (એ.આઈ.) પણ ઉપયોગમાં લેવાશે. નિસાન માર્ચ કબકોમ્પેક્ટ તથા લકઝરી મોડેલ્સ અને ટ્રક પણ બનાવે છે. એમ.જે.આઈ. ગોડો તે મિન્થ ગ્રુપનું વિશેષ હેતુઓ માટેનું ટ્રસ્ટ છે. તે ઓટો પાર્ટ્સ પણ બનાવે છે. તેના શેર્સ હોંગકોંગ શેર બજારમાં લિસ્ટેડ છે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
