તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 6th November 2025
માણસ કહેવો કે ઘુવડ! ૬૨ વર્ષથી દિવસ-રાત જાગીને પસાર કરે છે જીવનઃ ક્યારેય ઊંઘતો નથી
૮૦ વર્ષની ઉંમરમાં પણ તેઓ ફિટ છે. તેની સ્થિતિ જોઈને ડોક્ટરો પણ આヘર્યચકિત : દરરોજ ૪૦-પ્રૂફ ચોખાના વાઇનની બોટલ પીવે છે. તે ૭૦ સિગારેટ પણ પી નાખે છે

વિયેતનામ,તા.૦૬: એક દિવસ ઊંઘ ન આવે તો લોકો બેચેન થઈ જાય છે. બે રાત જાગવું પડે તો ત્રીજા દિવસે લોકો બીમાર થવા લાગે છે. શરીર કામ કરવાનું બંધ કરી દે છે અને કોઈ કામમાં મન નથી લાગતું. મેડિકલ સાયન્સ હોય કે આયુર્વેદ દરેકનું માનવું છે કે ૬ થી ૮ કલાકની ઊંઘ શરીર માટે ખૂબ જ જરૂરી છે. જેથી આરામ કરવાથી દિવસભર શરીર અને મનને એનર્જી મળી શકે છે. પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે માત્ર ૧-૨ કે ૧૦-૨૦ રાત જ નહીં પરંતુ પૂરા ૬૨ વર્ષથી સૂતા નથી. તેમ છતાં તેઓ એટલા ફિટ અને સક્રિય છે કે તે તેના દરેક કામ જાતે કરવાનું પસંદ કરે છે. વિયેતનામના ખેડૂત થાઈ ન્ગોક (Thai Ngoc) આ દાવો કરે છે. ૮૧ વર્ષીય વ્યક્તિ કહે છે કે ૧૯૬૨માં ખૂબ તાવ આવ્યા પછી તેમને એક પણ સેકન્ડ ઊંઘ આવી નથી. તેઓ ઊંઘતા નથી કે ઊંડી ઊંઘ લેતા નથી. તેઓ ફક્ત જાગતા રહે છે.
આ સાંભળીને ડોકટરો પણ આヘર્યચકિત થઈ જાય છે, કારણ કે વિજ્ઞાન કહે છે કે ઊંઘ વિના, વ્યક્તિ થોડા દિવસોમાં મૃત્યુ પામી શકે છે. છતાં, ન્ગોક ફક્ત જીવંત જ નથી, પરંતુ તે ખેતી કરવાનું, ભારે કામ કરવાનું અને રોજિદા કામ કરવાનું ચાલુ રાખે છે. તેની વાર્તા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, અને તેણે લાખો લોકોને વિચારવા માટે પ્રેરણા આપી છે.
થાઈ ન્ગોકનો જન્મ ૧૯૪૨ માં વિયેતનામના ક્વાંગના એક નાના ગામમાં થયો હતો. વિયેતનામ યુદ્ધ દરમિયાન, ૨૦ વર્ષની ઉંમરે, તેમને ખૂબ તાવ આવ્યો. તાવ ઓછો થયો, પરંતુ તેમની ઊંઘ ઉડી ગઈ. ન્ગોક કહે છે, મેં દવા લીધી, ઘણા ઘરેલું ઉપચાર અજમાવ્યા, ઊંઘી જવા માટે દારૂ પીવાનો પણ પ્રયાસ કર્યો, પણ હું ઊંઘી શક્યો નહીં. તેમની પત્ની, બાળકો, મિત્રો અને પડોશીઓ બધા આ દાવાની પુષ્ટિ કરે છે. તેઓએ ક્યારેય ન્ગોકને ઊંઘતા જોયા નથી. યુટ્યુબર ડ્રુ બિન્સ્કી ૨૦૨૩ માં તેમને મળવા માટે એરિઝોનાથી વિયેતનામ ગયા. તેઓ આખી રાત સાથે રહ્યા, પરંતુ ન્ગોક જાગતા રહ્યા, ક્યારેક ખેતરોમાં કામ કરતા, ક્યારેક ચોખાની વાઇન બનાવે છે.
ન્ગોકની ઘણી તપાસ થઈ છે. કોઈ મોટી બીમારી મળી નથી. તેનું બ્લડ પ્રેશર, હૃદય અને મગજ બધું સામાન્ય છે. ડોકટરો આヘર્યચકિત છે કે યાદશક્તિ, રોગપ્રતિકારક શક્તિ અને વિકાસ માટે ઊંઘ જરૂરી છે. ઊંઘ વિના, મગજ નિષ્ફળ જવું જોઈએ, પરંતુ ન્ગોક ફિટ છે. કેટલાક નિષ્ણાતો માને છે કે તે કદાચ માઈક્રો-સ્લીપ્સ (થોડી સેકન્ડની અજાણતાં ઊંઘ) લઈ રહ્યો હશે જે કોઈનું ધ્યાન જતું નથી. ન્ગોકનો એક અદ્વુત દિનચર્યા છે. દિવસ દરમિયાન, તે ખેતરની સંભાળ રાખે છે અને ભારે વજન ઉપાડવાનું પણ કામ કરે છે. રાત્રે જ્યારે તેના પડોશીઓ સૂઈ જાય છે, ત્યારે તે કામ પર પાછો ફરે છે. તે કાં તો વાઇન બનાવે છે અથવા વિચારે છે. તે દરરોજ ૪૦-પ્રૂફ ચોખાના વાઇનની બોટલ પીવે છે. તે ૭૦ સિગારેટ પણ પી નાખે છે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
